Gujarat Exclusive > દેશ-વિદેશ > અમેરિકન સંસદ ભવન કેપિટલ બિલ્ડિંગ બંધ, બિડેનના શપથ પહેલા ખતરાની આશંકા

અમેરિકન સંસદ ભવન કેપિટલ બિલ્ડિંગ બંધ, બિડેનના શપથ પહેલા ખતરાની આશંકા

0
63

કેપિટલ હિલ વિસ્તારમાં આગની એક નાની ઘટના સામે આવી US Capitol Hill Building

વોશિંગ્ટન: અમેરિકાની સંસદ ભવન કેપિટલ બિલ્ડિંગને અચાનક બંધ કરવું પડ્યું છે. કેપિટલ બિલ્ડિંગને ખતરાને કારણે બંધ કરવામાં આવી છે. વોશિંગ્ટન ડી.સી.માં ચેક પોઇન્ટ પાસે નેશનલ ગાર્ડના જવાનોને તૈનાત કરાયા છે. US Capitol Hill Building

સમાચાર એજન્સી એએફપી ન્યૂઝના જણાવ્યા અનુસાર વોશિંગ્ટન ડીસીમાં ત્યારે હલચલ જોવા મળી હતી, જ્યારે બે દિવસ પછી 20 જાન્યુઆરીએ જો બિડેન રાષ્ટ્રપતિ પદના શપથ લેવાના છે. ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકોની હિંસા બાદ આસપાસના વિસ્તારોમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી છે. શહેરમાં હજારોની સંખ્યામાં સુરક્ષા દળ ગોઠવી દેવામાં આવ્યા છે. US Capitol Hill Building

એનબીસી ન્યૂઝ અનુસાર હાલમાં કેપિટલ કોમ્પ્લેક્સની અંદરની તમામ ઇમારતોની બારી અને દરવાજા બંધ રાખવા કહેવામાં આવ્યું છે. જ્યારે યુએસ સિક્રેટ સર્વિસે જણાવ્યું કે કેપિટલ હિલ વિસ્તારમાં આગની એક નાની ઘટના સામે આવી છે, જેને કાબૂમાં લેવામાં આવી છે. સાવચેતીના ભાગરૂપે કેપિટલ બિલ્ડિંગને બંધ કરાઇ છે. જનતાને કોઈ ખતરો નથી. US Capitol Hill Building

જો બિડેન 20 જાન્યુઆરીએ અમેરિકાના રાષ્ટ્રપતિ પદના શપથ લેશે. અમેરિકામાં રાષ્ટ્રપતિના શપથ ગ્રહણને ઇનોગ્રેશન ડે પણ કહેવામાં આવે છે. બિડેનના રાષ્ટ્રપતિના શપથ ગ્રહણ સમારોહ માટેની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. પરંતુ ટ્રમ્પ સમર્થકોની હિંસા બાદ વોશિંગ્ટન ડીસીની સુરક્ષા કડક કરવામાં આવી છે.

આ પણ વાંચો: “મહારાષ્ટ્રને એક ઇંચ પણ જમીન નહીં આપીએ”, કર્ણાટકના CMનો ઉદ્ધવને જવાબ

હકીકતમાં 6 જાન્યુઆરીના રોજ એ સમયે અમેરિકામાં હિંસા ફાટી નીકળી હતી, જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો કેપિટલ બિલ્ડિંગમાં પ્રવેશ્યા હતા. આ દરમિયાન સુરક્ષા દળો અને ટ્રમ્પ સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેમાં પાંચ લોકોનાં મોત નીપજ્યાં હતાં. US Capitol Hill Building

કેપિટલ બિલ્ડિંગમાં થયેલી હિંસા માટે ટ્રમ્પને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા અને તેમની સામે મહાભિયોગ માટે એક પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો. પ્રસ્તાવમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ટ્રમ્પના ભાષણથી સોશિયલ મીડિયા સાઇટ્સ ફેસબુક, ટ્વીટર, યૂટ્યૂબ પરથી તેમના ભાષણના વીડિયોને દૂર કરવામાં આવ્યા હતા. ટ્વિટરે તો અસ્થાયી રીતે ટ્રમ્પને બેન કરી દીધો છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9