Gujarat Exclusive > આપણી જરૂરિયાત > રોજગાર > કોરોનાના પગલે UPSCની 27 જૂને યોજાનારી પ્રીલિમ્સ એક્ઝામ સ્થગિત, નવી તારીખ જાહેર

કોરોનાના પગલે UPSCની 27 જૂને યોજાનારી પ્રીલિમ્સ એક્ઝામ સ્થગિત, નવી તારીખ જાહેર

0
150

નવી દિલ્હી: યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)એ સિવિલ સર્વિસ પ્રીલિમ્સ એક્ઝામને હાલ પુરતી સ્થગિત કરી દીધી છે. સિવિલ સર્વિસ પ્રી એક્ઝામ 27 જૂને લેવાની હતી. જો કે કોરોનાના વધી રહેલા કેસોને જોતા આ પરીક્ષા પર હાલ પુરતી રોક લગાવામાં આવી છે. આ સાથે જ નવી પરીક્ષાની નવી તારીખ જાહેર કરવામાં આવી છે. હવે સિવિલ સર્વિસ પ્રી-એક્ઝામ 10મીં ઑક્ટોબરે યોજાશે. UPSC Exam

UPSCમાં આ વર્ષે 712 અને ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ એક્ઝામમાં 110 વેકેન્સી છે. આ પરીક્ષા દેશના વિવિધ પરીક્ષા કેન્દ્ર પર યોજવામાં આવશે. જણાવી દઈએ કે, ગત વર્ષે પણ કોરોનાના કારણે આ પરીક્ષા સ્થગિત કરવાની ફરજ પડી હતી. 2020માં UPSC સિવિલ સર્વિસ પ્રીલિમ્સ એક્ઝામને પણ 31મીં મેથી 4 ઑક્ટોબર, 2020 સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી.

આ પણ વાંચો:  બિહારમાં વધુ 10 દિવસ લંબાયું લૉકાડાઉન, હવે 25મીં મે સુધી બધુ રહેશે બંધ UPSC Exam

સિવિલ સર્વિસ એક્ઝામ માટે ઉમેદવારોની પસંદગી માટે ત્રણ સ્ટેજની પરીક્ષા લેવાય છે. પ્રથમ પ્રીલિમ્સ પરીક્ષા હોય છે. જેમાં પાસ થનારા ઉમેદવારોને બીજા સ્ટેજમાં યોજાનારી મેઈન એક્ઝામમાં બેસવાની તક મળે છે. જ્યારે જે ઉમેદવાર મેઈન એક્ઝામમાં સફળ થાય, તેને ઈન્ટર્વ્યુ માટે બોલાવવામાં આવે છે.

પ્રી-એક્ઝામ 400 માર્કની હોય છે. મેઈન પરીક્ષા 1750 માર્ક અને ઈન્ટર્વ્યૂ 275 માર્કનો હોય છે. મેરિટ લિસ્ટ તૈયાર કરવા માટે માત્ર મેઈન એક્ઝામ અને ઈન્ટર્વ્યૂના માર્ક જ જોડવામાં આવે છે. મેઈન અને ઈન્ટર્વ્યુના માર્ક મેળવીને જે મેરિટ તૈયાર કરવામાં આવે, તેના આધારે ઉમેદવારોની પસંદગી કરવામાં આવે છે. UPSC Exam

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat