Gujarat Exclusive > દેશ-વિદેશ > ઠંડીમાં LAC પર ચીનનો સામનો કરવા ભારતીય સેના સજ્જ, જવાનો માટે આધૂનિક ટેન્ટ તૈયાર

ઠંડીમાં LAC પર ચીનનો સામનો કરવા ભારતીય સેના સજ્જ, જવાનો માટે આધૂનિક ટેન્ટ તૈયાર

0
43

નવી દિલ્હી: ભારતીય સેનાએ (Indian Army) પૂર્વી લદ્દાખમાં સેનાના જવાનોના રહેવાની વ્યવસ્થાને અપગ્રેડ કરી છે. હવે જવાનોને અહીં રહેવા માટે અદ્યતન સુવિધાઓ મળશે.

આમ પણ લદ્દાખ એક એવો વિસ્તાર છે, જ્યાં દર વર્ષે નવેમ્બર બાદ 40 ફૂટ હિમવર્ષા થાય છે. જ્યારે તાપમાન માઈનસ 30-40 ડિગ્રી સુધી નીચે ચાલ્યું જાય છે. એવામાં અહીં સેના જવાનોની (Indian Army) સગવડ સરળ કરવા માટે તેમના રહેવાની વ્યવસ્થાને અપગ્રેડ કરવામાં આવી છે.

જણાવી દઈએ કે, પૂર્વ લદ્દાખ છેલ્લા કેટલાક મહિનાથી ચીન સાથે ચાલી રહેલા સરહદ વિવાદને (Ladakh Face Off) લઈને પણ ચર્ચામાં રહ્યું છે. અહીં જૂનમાં ગલવાન ઘાટીમાં ચીનની પીપલ્સ લિબરેશન આર્મી સાથે થયેલી હિંસક અથડામણમાં ભારતીય સેનાના (Indian Army) 20 જવાનો શહીદ થઈ ગયા હતા. જ્યારે ચીનને પણ વ્યાપક નુક્સાન થયું હતું.

ભારતીય સેનાએ (Indian Army) બુધવારે એક નિવેદનમાં જણાવ્યું કે, ઠંડીની સિઝનમાં સરહદ પર ફરજ બજાવતા જવાનોની ઓપરેશન ક્ષમતા વધારવા માટે ભારતીય સેનાએ આ સેક્ટરમાં જવાનોના રહેવાની વ્યવસ્થાને અપગ્રેડશનનું કામ ખતમ કર્યું છે.

અગાઉ તૈયાર કરવામાં આવેલા કેમ્પો ઉપરાંત ટેન્ટમાં વીજળી, પાણી, હીટિંગની સુવિધા સાથે સ્વાસ્થ્ય અને સ્વચ્છતાની સુવિધા પણ જોડી દેવામાં આવી છે .

આ પણ વાંચો: ચૂંટણીમાં હાર બાદ કોંગ્રેસમાં કકળાટ, કપિલ સિબ્બલ બાદ ચિદમ્બરમે પણ ઉઠાવ્યા સવાલ

સેનાએ જણાવ્યું કે, જવાનોની તૈનાતીને જોતા તેને હીટરયુક્ત ટેન્ટની સુવિધા આપવામાં આવી રહી છે. આ સિવાય સૈનિકોને કોઈ પણ પ્રકારની આકસ્મિક જરૂરિયાતને પૂરી પાડવા માટે વ્યવસ્થિ માળખુ બનાવવામાં આવી રહ્યું છે.

ઓક્ટોબરમાં ચીનના સરકારી મીડિયા સાથે સંકળાયેલા એક અધિકારીએ ટ્વીટર પર એક વીડિયો શેર કર્યો હતો. જેમાં ચીની સેના તરફથી ચીનના વિસ્તારમાં આવનારી ઠંડીની સિઝનને લઈને કરવામાં આવી રહેલી તૈયારીઓ દર્શાવવામાં આવી હતી. જેમાં ચીની સૈનિકો માટે સોલર અને વિન્ડ પૉવરની સુવિધા ઉપરાંત 24 કલાક ગરમ પાણીની સુવિધા પૂરી પાડવાની વાત કહેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન પૂર્વી લદ્દાખમાં અનેક મહિનાઓથી સરહદ વિવાદને લઈને સમાધાન શોધી રહ્યાં છે. સ્થિતિ થાળે પાડવા માટે બન્ને દેશો વચ્ચે સૈન્ય અને કૂટનીતિક સ્તર પર અનેક તબક્કે વાતચીત થઈ છે.