Gujarat Exclusive > યુથ > ઓટો-ટેક > આ વર્ષે લોન્ચ થશે 10 લાખથી ઓછી કિંમતવાળી 3 નવી કોમ્પેક્ટ SUVs, જાણો ફિચર્સ

આ વર્ષે લોન્ચ થશે 10 લાખથી ઓછી કિંમતવાળી 3 નવી કોમ્પેક્ટ SUVs, જાણો ફિચર્સ

0
159

રેનો, ટાટા અને સિટ્રોન તેની નવી SUV કાર લોન્ચ કરશે Sub-Compact SUVs In 2021

નવી દિલ્હી: ભારતીય બજારમાં કોમ્પેક્ટ એસયૂવીની માંગ ઘણી વધી રહી છે. તેના કારણે વર્ષ 2021માં Tata Motors, Renault અને નવી કાર બ્રાન્ડ Citroen નવી એસયૂવી કાર લોન્ચ કરવા જઇ રહી છે. Sub-Compact SUVs In 2021

ટાટા મોટર્સ તેની કોમ્પેક્ટ એસયૂવી Tata HBX લોન્ચ કરશે. રેનો તેની Renault Kiger નામથી કોમ્પેક્ટ એસયૂવી લાવશે. જ્યારે ફ્રાન્સનો Groupe PSA બ્રાન્ડ સિટ્રોએન પણ Citroen C21 નામથી એસયૂવી લોન્ચ કરશે. ત્રણેય એસયૂવી 10 લાખ રૂપિયાથી ઓછી કિંમત હશે. Sub-Compact SUVs In 2021

Renault Kiger: જાણો ફિચર્સ અને સંભાવિત કિંમત

રેનો સબ-4 મીટર કોમ્પેક્ટ એસયૂવી સેગમેન્ટમાં Renault Kiger લોન્ચ કરશે. આ કારને Renault-Nissan અલાયન્સના CMF-A મોડ્યૂલર પ્લેટફોર્મ પર ડેવલોપ કરવામાં આવશે. Sub-Compact SUVs In 2021

રેનોની આ કારમાં 1.0 લિટર 3 સિલેન્ડર નેચરલી એસ્પિરેટેડ પેટ્રોલ એન્જીન સાથે જ 1.0 લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન પણ હશે, જે 99bhpની પાવર અને 160Nm ટોર્ક જનરેટ કરી શકે છે. નોર્મલ પેટ્રોલ એન્જિન 72bhpની પાવર અને 96Nm ટોર્ક જનરેટ કરી શકે છે.

રેનો કિગરમાં ટચસ્ક્રિન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ઓટોમેટિક એસી, ક્રૂઝ કન્ટ્રોલ, ઇલેક્ટ્રિક સનરૂફ અને એરબેસ સહિત અનેક સ્ટાન્ડર્ડ અને સેફ્ટી ફિચર્સ છે. રેનો કિગર આ વર્ષે માર્ચ અથવા એપ્રિલ મહિનામાં લોન્ચ થઇ શકે છે. Sub-Compact SUVs In 2021

આ પણ વાંચો: Tata જાન્યુઆરીમાં બે નવી ગાડી કરશે લોન્ચ, જાણો ખાસિયત

Tata HBX: જાણો ફિચર્સ અને સંભાવિત કિંમત

ટાટા મોટર્સ તેની માઇક્રો એસયૂવી Tata HBX લોન્ચ કરવાની તૈયારીમાં છે, જે કંપની ALFA મોડ્યૂલર પ્લેટફોર્મ પર ડેવલોપ કરવામાં આવી છે. આ કારમાં Humanity Line ફ્રન્ટ ગ્રિલ, એલઈડી, ડીઆરએલ સાથે સ્પલિટ હૈલોજન હેડલેમ્પ્સ, ડ્યૂલ ટોન બમ્પર સહિત અનેક એક્સટીરિયર ફિચર્સ છે.

આ કારનો ફ્રન્ટ લુક ટાટા હેરિયરથી ઇન્સ્પાયર છે. ટાટા એચબીએક્સમાં ટાટા અલ્ટ્રોઝની જેમ જ 1.2 લિટર 3 સિલન્ડર Revotron પેટ્રોલ એન્જિન ઉપલબ્ધ હશે, જે 86bhpની પાવર અને 113Nm ટોર્ક જનરેટ કરી શકે છે. Sub-Compact SUVs In 2021

Tata HBXના ફિચર્સની વાત કરીએ તો તેમાં સ્માર્ટફોન કનેક્ટિવિટી સાથે ટચસ્ક્રિન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ, ક્લાઇમેટ અને ક્રૂઝ કન્ટ્રોલ, હરમન ઓડિયો સિસ્ટમ, કીલેસ એન્ટ્રી, મલ્ટી સ્ટીયરિંગ વ્હીલ સિસ્ટમ, રિયર પાર્કિંગ સેન્સર, સીટ બેલ્ટ રિમાઇન્ડર અને એરબેગ્સ સહિતના અનેક સ્ટાન્ડર્ડ અને સેફ્ટી ફિચર્સ છે. ટાટા મોટર્સ આ કારને 6 લાખથી 9 લાખ રૂપિયાની રેન્જમાં લોન્ચ કરી શકે છે.

CITROEN C21 SUV: જાણો ફિચર્સ અને સંભાવિત કિંમત

ભારતીય બજારમાં નવી કાર બ્રાન્ડ Citron ટૂંક સમયમાં જ તેની પ્રથમ કોમ્પેક્ટ એસયૂવી Citroen C21 લોન્ચ કરશે. આ સબ-4 મીટર કોમ્પેક્ટ એસયૂવીને 1.2 લિટર turbocharged પેટ્રોલ એન્જિન સાથે લોન્ચ કરશે, જે 130bhpની પાવર અને 200Nm સુધીનો ટોર્ક જનરેટ કરવાની ક્ષમતા છે. આ કારને 6 સ્પીડ ગિયરબોક્સ સાથે લોન્ચ કરવામાં આવશે.  Sub-Compact SUVs In 2021

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9