લખનઉં: લોકસભા ચૂંટણી 2024 પહેલા યૂપી અને બિહારમાં વિપક્ષ પોતાના ગઠબંધનને મજબૂત કરવામાં લાગેલુ છે. આ ક્રમમાં બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર તમામ રાજકીય દળના નેતાઓને મળી રહ્યા છે. ગત 6 સપ્ટેમ્બરે નીતિશ કુમારે ગુડગાવની મેદાંતા હૉસ્પિટલમાં દાખલ સમાજવાદી પાર્ટીના સંયોજક મુલાયમ સિંહ યાદવ સાથે મુલાકાત કરી હતી. આ સાથે જ નીતિશ કુમારે સપાના અધ્યક્ષ અખિલેશ યાદવ સાથે પણ મુલાકાત કરી હતી.
Advertisement
Advertisement
વિપક્ષી દળોને એક સાથે લાવવાના નીતિશ કુમારના પ્રયાસો વચ્ચે હવે ઉત્તર પ્રદેશમાં એક તસવીર સામે આવી છે જેમાં નીતિશ કુમાર અને અખિલેશ યાદવ જોવા મળી રહ્યા છે. બન્નેની તસવીર ધરાવતા પોસ્ટરમાં લખ્યુ છે, “યૂપી+બિહાર= ગયી મોદી સરકાર.” મહત્વપૂર્ણ છે કે આ પોસ્ટર પર સપા નેતા આઇપી સિંહનું નામ લખેલુ છે.
માનવામાં આવી રહ્યુ છે કે પોસ્ટર દ્વારા મેસજ આપવાનો પ્રયાસ થયો છે કે મોદી સરકારને 2024 લોકસભા ચૂંટણીમાં રોકવા માટે સપા આ વખતે નીતિશ કુમારના નેતૃત્વ સાથે ઉભી છે. બીજી તરફ અખિલેશ યાદવ પણ કહી ચુક્યા છે કે આ મુહિમમાં તે નીતિશ કુમારની સાથે છે.
મહત્વપૂર્ણ છે કે વિપક્ષી એકતાને લઇને પોસ્ટર લખનઉં પહેલા બિહારમાં પણ જોવા મળ્યા હતા. બિહારના પાટનગર પટણાના ઇન્કમટેક્સ સર્કલ પર એક પોસ્ટર લખેલુ હતુ, ‘બિહારમાં જોવા મળ્યુ, ભારતમાં પણ દેખાશે.’ આ પોસ્ટરમાં નીતિશ કુમારની તસવીર હતી. પોસ્ટરને લઇને કહેવામાં આવી રહ્યુ છે કે આ 2024 લોકસભા ચૂંટણીને લઇને લગાવવામાં આવ્યા છે.
બીજી તરફ પટણા પછી હવે યૂપીના પાટનગર લખનઉંમાં પણ પોસ્ટર લગાવવામાં આવ્યા છે જેમાં અખિલેશ યાદવ અને નીતિશ કુમાર જોવા મળી રહ્યા છે. મહત્વપૂર્ણ છે કે આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને હરાવવા માટે વિપક્ષી દળોના એક સાથે આવવાની કવાયતમાં છે. છેલ્લા દિવસોમાં નીતિશ કુમાર દિલ્હીના પ્રવાસે હતા. આ દરમિયાન 5 સપ્ટેમ્બરથી 7 સપ્ટેમ્બર સુધી વિપક્ષી દળના 10 નેતાઓને મળ્યા હતા.
Advertisement