Gujarat Exclusive > દેશ-વિદેશ > યુપી મહિલા આયોગની સભ્યનું વિવાદિત નિવેદન- ‘છોકરીઓને મોબાઈલ ના આપવો જોઈએ’

યુપી મહિલા આયોગની સભ્યનું વિવાદિત નિવેદન- ‘છોકરીઓને મોબાઈલ ના આપવો જોઈએ’

0
34

લખનઉ: ઉત્તર પ્રદેશ મહિલા આયોગની સભ્ય મીના કુમારીએ એક વિવાદિત નિવેદન આપતા જણાવ્યું કે, છોકરીઓને મોબાઈલ ના આપવો જોઈએ. મોબાઈલના કારણે જ છોકરીઓ પોતાનો ઘર-પરિવાર છોડીને અજાણ્યા છોકરાઓ સાથે ફરાર થઈ જાય છે.

મહિલા આયોગના સભ્યએ જણાવ્યું કે, આજે મહિલાઓ પર અત્યાચાર વધી રહ્યાં છે. મોટી સંખ્યામાં આવા કેસ સામે આવી રહ્યાં છે. જેમાં કમી લાવવા માટે આપણે આપણી દીકરીઓનું પણ ધ્યાન રાખવું પડશે, તે ક્યાં જઈ રહી છે, શું કરી રહી છે અને ક્યાં છોકરાના સંપર્કમાં છે? હું દરેકને કહું છું કે, છોકરીઓ મોબાઈલ પર છોકરાઓ સાથે વાત કરતી રહે છે પછી મામલો ત્યાં સુધી પહોંચી જાય છે કે, છોકરી તેની સાથે ભાગીને લગ્ન કરી લે છે.

મીના કુમારીએ એક ઉદાહરણ આપતા જણાવ્યું કે, તાજેતરમાં એક એવો કેસ સામે આવ્યો હતો. જેમાં વાલ્મિકી સમાજની છોકરીએ જાટ યુવક સાથે લગ્ન કરી લીધા. જ્યારે તેમના પર સખ્તી કરવામાં આવી, તો તેમણે પોતાના ફોટો જારી કર્યા. ગામના લોકોએ મહાપંચાયત બોલાવી, પરંતુ તેમાં પણ કોઈ સમાધાન ના થઈ શક્યું.

આ પણ વાંચો:  કમાણીના મામલે પણ ભાજપ સૌથી મોટી પાર્ટી, કોંગ્રેસ કરતાં 5 ગણું વધારે ફંડ મળ્યું

તેમના આ નિવેદન પર વાંધો ઉઠાવતા કેટલાક લોકોએ કહ્યું કે, આજના આધુનિક યુગમાં જ્યાં એક તરફ પુરુષ અને મહિલાઓ વચ્ચેના તમામ ભેદભાવો દૂર કરવાની વાત થઈ રહી છે, ત્યારે આવી વાત કરવી અયોગ્ય છે. કેટલાક લોકોએ કહ્યું કે, આજે અભ્યાસથી લઈને ઑફિસના કામકાજ અને વેપાર-ધંધા બધુ મોબાઈલ પર ઓનલાઈન થઈ રહ્યું છે. એવામાં મોબાઈલ પર રોક લગાવવી ઠીક નથી.

બીજી તરફ તેમના નિવેદન પર હોબાળો થતાં મીના કુમારીએ કહ્યું કે, મારા નિવેદનનો ખોટો અર્થ નીકાળવામાં આવી રહ્યું છે. હકીકતમાં મેં કહ્યું હતું કે, માતા-પિતાએ ચેક કરવું જોઈએ કે, તેમના બાળકો અભ્યાસ સિવાય અન્ય કામો માટે તો મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કરી રહ્યાં ને. મે ક્યારેય એવું નથી કહ્યું કે, જે છોકરીઓ
મોબાઈલ ફોનનો ઉપયોગ કરે છે, તે છોકરાઓ સાથે ભાગી જાય છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat