Gujarat Exclusive > દેશ-વિદેશ > UP: કાનપુરમાં ગમખ્વાર અકસ્માત; બેકાબૂ બસે રાહદારીઓને કચડી નાખ્યા, 6 લોકોના મોત

UP: કાનપુરમાં ગમખ્વાર અકસ્માત; બેકાબૂ બસે રાહદારીઓને કચડી નાખ્યા, 6 લોકોના મોત

0
7

કાનપુરઃ ઉત્તર પ્રદેશના કાનપુર જિલ્લામાં રવિવારે રાત્રે એક દર્દનાક અકસ્માતમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. શહેરના બાબુપુરવા પોલીસ સ્ટેશન વિસ્તારના તત્મિલ ચોકડી પર એક ઝડપભેર આવતી બસે ઘણા લોકોને કચડી નાખ્યા છે. આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે. આ રોડ અકસ્માત જોઈને ત્યાંથી પસાર થતા લોકોના આત્મા પણ કંપી ઉઠ્યા હતા. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે સોમવારે સવારે આ ઘટના પર શોક વ્યક્ત કર્યો હતો.

બેકાબૂ ઈલેક્ટ્રિક બસ ખુબ જ સ્પીડથી રોડ પરથી પસાર થતા અનેક રાહદારીઓને કચડી નાખ્યા હતા. અંતે બેકાબૂ ઈ-બસ ટ્રાફિક બૂથ તોડીને ટ્રક સાથે અથડાઈ હતી. આ દુર્ઘટનામાં 6 લોકોના મોત અને અનેક લોકો ઘાયલ થયા હોવાના અહેવાલ છે. એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. ઘટના ઘંટાઘરથી તતમિલ ચોકડી વચ્ચે ઘટી છે.

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (પૂર્વ)એ જણાવ્યું હતું કે, “ઘટનાની માહિતી મળતાં જ પોલીસ અને એમ્બ્યુલન્સ સેવાને તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. મૃત્યુઆંક 5 થી 6 હોઈ શકે છે. બસ ડ્રાઇવરની શોધ ચાલી રહી છે. ત્રણ વાહનો અને ઘણી બાઇક હતી. આ ઘટનામાં નુકસાન થયું છે. નજીકમાં રહેતા લોકોને પણ ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્તોને સારવાર આપવામાં આવી રહી છે. બાકીની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.”

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat