Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉત્તર પ્રદેશમાં ફરીથી લંબાવાયું લોકડાઉન, હવે સોમવાર સુધી બધુ બંધ રહેશે

ઉત્તર પ્રદેશમાં ફરીથી લંબાવાયું લોકડાઉન, હવે સોમવાર સુધી બધુ બંધ રહેશે

0
33

લખનઉ: ઉત્તર પ્રદેશમાં કોરોના વાઈરસની સ્થિતિને જોતા યોગી સરકારે કોરોના કરફ્યુને ફરીથી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ગુરુવારે સવાર સુધી લાગુ કરવામાં આવેલા લૉકડાઉનને લંબાવીને હવે આગામી સોમવાર એટલે કે 10મીં મે સવારે 7 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે. UP Lockdown

અગાઉ 3 મે સવાર સુધી લગાવવામાં આવેલા કરફ્યુને બે દિવસ સુધી વધારીને 6 મેની સવાર સુધી કરવામાં આવ્યો હતો. જો કે હવે તેની મુદ્દત વધારીને 10મીં મે સવારે 7 વાગ્યા સુધી કરી દેવામાં આવી છે.

આ પણ વાંચો:  સુપ્રીમ કોર્ટે મરાઠા રિઝર્વેશન રદ કર્યું: 50 ટકાથી વધુ અનામતને મંજૂરીનો ઇનકાર  UP Lockdown

આ કોરોના કરફ્યુ ખાસ કરીને બજારો પર લાગૂ કરવામાં આવ્યો છે. જેમાં જરૂરી સેવાઓ અને ઔદ્યોગિક ગતિવિધિઓ પર કોઈ રોક નથી. જો કે ટ્રાન્સપોર્ટ સર્વિસ પર કેટલીક શરતો મૂકવામાં આવી છે. જે અંતર્ગત રોડવેઝની બસો બે સપ્તાહ સુધી રાજ્યની બહાર નહીં જાય. બજારોમાં દુકાનો બંધ રહેશે અને આ દરમિયાન લોકોને બિનજરૂરી બહાર નીકળવા પર રોક રહેશે.

જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશમાં છેલ્લા કેટલાક દિવસોથી 20 હજાર કરતા વધુ નવા કેસો સામે આવી રહ્યાં છે. મંગળવારે પણ રાજ્યમાં કોરોના સંક્રમણથી 352 દર્દીઓના મોત અને 25,858 નવા સંક્રમિત દર્દીઓ મળી આવ્યા હતા. UP Lockdown

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat