Gujarat Exclusive > દેશ-વિદેશ > Hathras case:યુપીની બહાર ટ્રાન્સફર નહીં થાય, HCની દેખરેખમાં તપાસ થશે

Hathras case:યુપીની બહાર ટ્રાન્સફર નહીં થાય, HCની દેખરેખમાં તપાસ થશે

0
77

યુપીની દલિત યુવતી પર ગેંગરેપ-હત્યા મામલે સુપ્રીમ કોર્ટનો ચુકાદો

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના ચકચારી હાથરસ ગેંગરેપ-હત્યા કેસ (Hathras case)માં સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વનો ચુકાદો આપ્યો. હાલમાં આ કેસ યુપીની બહાર ટ્રાન્સફર કરવાનો સુપ્રીમ કોર્ટે ન પાડી દીધી. જેની પીડિતાના પરિવારે માગ કરી હતી. જ્યારે CBI તપાસ પણ અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખમાં કરાશે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે મામલાની તપાસ બાદ કેસ (Hathras case) યુપીની બહાર ટ્રાન્સફર કરવો કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. ચીફ જસ્ટિસ એસ એ બોબડે, જસ્ટિસ એ એસ બોપન્ના અને જસ્ટિસ વી રામાસુબ્રમણિયનની બેન્ચે જાહેરહિતની અરજી અને કાર્યકર્તાઓ તેમ જ વકીલો દ્વારા દાખલ કરાયેલી અરજીઓના અનુસંધાનમાં 15 ઓક્ટોબરે ચુકાદો અનામત રાખ્યો હતો.

આ પણ વાંચોઃ મોદી સરકારનો મોટો નિર્ણય, હવે જમ્મુ-કાશ્મીરમાં કોઈ પણ ખરીદી શકશે જમીન

તપાસ બાદ કેસ ટ્રાન્સફર અંગે નિર્ણય લેવાશે

અરજીમાં દલીલ કરાઇ હતી કે ઉત્તર પ્રદેશમાં હાથરસ ગેંગરેપ-હત્યા કેસ (Hathras case)માં સુપ્રીમ કોર્ટે મંગળવારે મહત્વનો ચુકાદો આપ્યો. હાલમાં આ કેસ યુપીની બહાર ટ્રાન્સફર કરવાનો સુપ્રીમ કોર્ટે ન પાડી દીધી. નિષ્પક્ષ સુનાવણી સંભવ નથી. કારણ કે કથિત રીતે તપાસમાં અવરોધ ઊભો કરાયો. પીડિત પરિવાર વતી હાજર થયેલા વકીલે સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે આ મામલે તપાસ થયા બાદ સુનાવણી યુપીની બહાર રાજધાની દિલ્હીમાં ટ્રાન્સફર કરવામાં આવે.

વાસ્તવમાં સુપ્રીમ કોર્ટે 15મીએ ચુકાદો અનામત રાખતા સંકેત આપ્યો હતો કે કેસ (Hathras case)હાઇકોર્ટમાં મોકલી શકાય છે. ત્યારે જ સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કરી દીધુ હતું કે આ મામલે સંબંધિત અન્ય અરજીઓ પર સુનાવણી કરશે નહીં. સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે પહેલાં હાઇકોર્ટને સુનાવણી કરવા દો, પછી અમે અહીંથી તેના પર નજર રાખીશું.

યુપી સરકારે નવી એફિડેવિટ દાખલ કરી હતી

અગાઉ રાજ્ય સરકાર વતી સુપ્રીમ કોર્ટમાં દાખલ નવી એફિડેવિટમાં કહેવામાં આવ્યું હતું કે પીડિત પરિવાર અને સાક્ષીઓને ત્રિસ્તરીય સુરક્ષા આપવામાં આવી છે. તેના માટે પોલીસ અને અન્ય સુરક્ષા કર્મીઓ તહેનાત કરવામાં આવ્યા છે.

ગામની સરહદે જગ્યા-જગ્યાએ સીસીટીવી કેમેરા પણ લગાવવામાં આવ્યા છે. પીડિતાના માતા-પિતા, બે ભાઇ-એક ભાભી અને દાદી સહિતના પરિવારને પુરતી સુરક્ષા આપવામાં આવી છે.

નોંધનીય છે કે યુપીના હાથરસ જિલ્લામાં 14 સપ્ટેમ્બરે 19 વર્ષીય દલિત યુવતી પર 4 યુવકોએ સામૂહિક દુષ્કર્મ કર્યાનો આરોપ છે. ત્યાર બાદ સારવાર દરમિયાન તેનું દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં મોત થઇ ગયું હતું. સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન વરિષ્ઠ વકીલ ઇન્દિરા જયસિંહે યુપીમાં નિષ્પક્ષ સુનાવણી અંગે શંકા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચોઃ મોદી સરકાર હવે કોરોનાના નામે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારવાની તૈયારીમાં

પીડિત પરિવારની વકીલ સીમા કુશવાહાએ કેસને દિલ્હી ટ્રાન્સફર કરવા અને સીબીઆઇ તપાસ સુપ્રીમ કોર્ટની દેખરેખમાં કરાવવાની માગ કરી હતી.