Gujarat Exclusive > દેશ-વિદેશ > Hathras case: સુપ્રીમ કોર્ટમાં મંગળવારે ચુકાદો, અનેક સવાલોના જવાબ મળશે

Hathras case: સુપ્રીમ કોર્ટમાં મંગળવારે ચુકાદો, અનેક સવાલોના જવાબ મળશે

0
30
  • 19 વર્ષીય દલિત યુવતી પર ગેંગરેપ અને મોતનો મામલો
  • આ કેસે યુપી સરકારના વલણને કારણે રાજકીય સ્વરુપ લીધુ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં હાથરસના ચકચારી દલિત યુવતીના ગેંગરેપ અને મોતના (Hathras case)કેસ નો સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવતી કાલે મંગળવારે આવશે.

Hathras caseકેસ CBI તપાસની તપાસ સુપ્રીમ કોર્ટ કે અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખમાં થશે?, કેસ યુપીની બહાર ટ્રાન્સફર થશ કે નહીં?, પીડિત પરિવારની સુરક્ષા CRPF યુપી પોલીસ કોણ કરશે? સહિતના સવાલોના જવાબ પણ મળી શકશે.

સુપ્રીમ કોર્ટે 15 ઓક્ટોબરે ચુકાદો અનામત રાખ્યો Hathras case

સુપ્રીમ કોર્ટે 15 ઓક્ટોબરે આ (Hathras case)કેસનો ચુકાદો અનામત રાખ્યો હતો. સાથે તપાસ હાઇકોર્ટના દેખરેખ હેઠળ કરાવવાનો સંકેત આપ્યો હતો. નોંધનીય છે કે યુપીના હાથરસમાં 14 સપ્ટેમ્બરે 19 વર્ષની દલિત યુવતીની સાથે 4 યુવકોએ કથિત ગેંગરેપ કર્યો હતો. પછી આ યુવતીનું મોત થઇ ગયું હતું.

આ પણ વાંચોઃ મોદી સરકાર હવે કોરોનાના નામે પેટ્રોલ-ડીઝલ પર ટેક્સ વધારવાની તૈયારીમાં

સુપ્રીમ કોર્ટે સીબીઆઇ તપાસ કોની દેખરેખમાં કરાવવા અને પીડિત પરિવારની સુરક્ષા અંગેની અરજીની સુનાવણી બાદ ચુકાદો અનામત રાખયો હતો.

પીડિત પરિવારની યુપી બહાર કેસ ચલાવવાની માગ

સુપ્રીમ કોર્ટ નક્કી કરશે કે Hathras caseની સીબીઆઇ તપાસ તેની કે અલ્હાબાદ હાઇકોર્ટની દેખરેખમાં કરાવવી. કેસની સુનાવણી દરમિયાન યુપી સરકારે કહ્યું હતું કે તે પીડિત પરિવારની સીઆરપીએફ દ્વારા સુરક્ષા કરાવવા તૈયાર છે. જ્યારે પીડિત પરિવારે કેસની ટ્રાયલ યુપીની બહાર કરાવવા દલીલ કરી હતી.

બીજી બાજુ આરોપી વતી હાજર વકીલે જણાવ્યું હતું કે મામલે પુરાવા અંગે દલીલો ન થવી જોઇએ. સુપ્રીમ કોર્ટે સોલિસિટર જનરલ તુષાર મેહતાને કહ્યુ હતું કે કેસ (Hathras case)ની સુનાવણી હાઇકોર્ટમાં થવી જોઇએ અને ત્યાં તેનો ઉકેલ પણ આવવો જોઇએ. અમે તો માત્ર અંતિમ મોનિટરિંગ બોડી છીએ.

14 સપ્ટેમ્બરે દલિત યુવતી પર કથિત ગેંગરેપ

નોંધનીય છે કે 14 સપ્ટેમ્બરે હાથરસની એક 19 વર્ષીય દલિત યુવતી પર 4 યુવકો દ્વારા કથિર ગેંગરેપ કરવામાં આવ્યો હતો. 29 સપ્ટેમ્બરે દિલ્હીની સફદરજંગ હોસ્પિટલમાં યુવતીનું મોત થયા બાદ મામલો બહુ ગરમાયો હતો. તેમાં તંત્રે રાતો રાત યુવતીના શબનું અંતિમ સંસ્કાર કરી દેતા ઘટનાએ રાજકીય સ્વરુપ લઇ લીધુ હતું.

આ પણ વાંચોઃ Man burnt alive: બાકી પગાર માગતા સેલ્સમેનને દારુના કોન્ટ્રાકટરોએ ડીપ ફ્રીઝ બંધ કરી જીવતો સળગાવી દીધો

યુપીની યોગી સરકારે પહેલાં આ કેસની તપાસ એસઆઇટીને સોંપી હતી. પછી રાજ્ય સરકારે સીબીઆઇને તપાસને ભલામણ કરી હતી. આ અંગે યોગી સરકારને વિપક્ષનો ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. કારણ કે કોઇ પણ નેતા અને મીડિયાને શરુઆતમાં પીડિતાના ગામમાં જવા દેવાની પરવાનગી આપી નહતી.