Gujarat Exclusive > રાજનીતિ > યુપી ચૂંટણી: અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ સામે કોંગ્રેસે ના ઉતાર્યા ઉમેદવાર

યુપી ચૂંટણી: અખિલેશ યાદવ અને શિવપાલ યાદવ સામે કોંગ્રેસે ના ઉતાર્યા ઉમેદવાર

0
6

ઉત્તર પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવ સામે પોતાનો ઉમેદવાર ઉતારી રહી નથી. કોંગ્રેસે અખિલેશ યાદવ અને તેમના કાકા શિવપાલ યાદવ વિરૂદ્ધ ઉમેદવાર ન ઉતારવાનો નિર્ણય કર્યો છે.

આ રસપ્રદ છે કેમ કે કોંગ્રેસ-સમાજવાદી પાર્ટીના ઉતાર-ચઢાવ ભરેલા સંબંધો છતાં અખિલેશની પાર્ટી કોંગ્રેસ સુપ્રીમો સોનિયા ગાંધીની સામે રાયબરેલી અને રાહુલ ગાંધી વિરૂદ્ધ અમેઠીથી પોતાના ઉમેદવાર ઉતારતી નથી. આ વખતે બંને પાર્ટીઓએ સાથે આવવાનો નિર્ણય પણ કર્યો નથી કેમ કે 2017ની વિધાનસભા ચૂંટણીમાં તેમના સાથે આવવાની અસર અત્યાર સુધી બંને પાર્ટીઓ ભૂલી નથી.

સપા અધ્યક્ષ અખિલેશ યાદવ મૈનપુરી જિલ્લાની કરહલ વિધાનસભા બેઠક પરથી ઉમેદવાર છે જ્યારે શિવપાલ યાદવ ઈટાવા જિલ્લાની જસવંતનગર બેઠક પરથી ચૂંટણી મેદાનમાં છે. કરહલ અને જસવંતનગર વિધાનસભા ક્ષેત્રમાં ત્રીજા તબક્કામાં 20 ફેબ્રુઆરીએ મતદાન થવાનુ છે. બંને ક્ષેત્રમાં 1 ફેબ્રુઆરીએ નામાંકન પત્ર દાખલ કરવાની છેલ્લી તારીખ હતી.

મંગળવારે નામાંકન પત્ર દાખલ કરવાની પ્રક્રિયા પૂરી થઈ ગઈ છે. એવામાં નામાંકનના દિવસે પણ કોંગ્રેસે અખિલેશ યાદવ અને તેમના કાકા તેમજ પ્રગતિશીલ સમાજવાદી પાર્ટીના પ્રમુખ શિવપાલ સિંહ યાદવ સામે ઉમેદવાર ઉતાર્યા નથી.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat