યુપી ચૂંટણી માટે ભાજપ દ્વારા ચૂંટણી ઢંઢેરો બહાર પાડવામાં આવ્યો છે. ભાજપે પોતાના ઢંઢેરાને લોક કલ્યાણ સંકલ્પ પત્ર નામ આપ્યુ છે. કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને યોગી આદિત્યનાથે આજે આ ઢંઢેરો રિલિઝ કર્યો હતો. અમિત શાહે કહ્યુ હતુ કે, આ માત્ર ઘોષણાપત્ર નથી પણ અમારો સંકલ્પ છે અને યુપીને નવા ભવિષ્ય તરફ લઈ જવાનો પ્રયાસ છે.
આ ઢંઢેરામાં જે મોટી જાહેરાતો કરવામાં આવી છે તે નીચે પ્રમાણે છે.
- એન્ટી કરપ્શન યુનિટ બનાવાશે
- મેરઠમાં અત્યાધુનિક પોલીસ ટ્રેનિંગ સેન્ટર
- લવ જેહાદમાં 10 વર્ષની જેલની સજાનો કાયદો
- મેરઠપુર, રામપુર, આઝમગઢ, કાનપુર અને બહરાઈચમાં એન્ટી ટેરેરિસ્ટ કમાન્ડો સેન્ટર સ્થાપવામાં આવશે.
- પ્રત્યેક પોલીસ મથકમાં સાઈબર હેલ્પ ડેસ્ક
- પાંચ વિશ્વસ્તરીય કન્વેન્શન સેન્ટર
- ત્રણ આધુનિક ડેટા સેન્ટર પાર્ક
- કાનપુરમાં મેગા લેધર પાર્ક
- 10 લાખ નોકરીઓ
- બાબુજી કલ્યાણસિંહ ગ્રામ ઉન્નત યોજના
- વારાણસી, મિર્ઝાપુર અને ચિત્રકૂટમાં રોકવે
- 2000 નવી બસો સાથે તમામ ગામડાઓમાં બસની સુવિધા
- રાજ્યમાં ગરીબો માટે અન્નપૂર્ણા કેન્ટીન
- કાશી, મેરઠ, ગોરખપુર, બરેલી, ઝાંસી અને પ્રયાગરાજમાં મેટ્રો
- માછીમારો માટે નદીઓ નજીક લાઈફ ગાર્ડ તૈનાત કરાશે
- આશ્રમ પધ્ધતિ સાથેની સ્કૂલો
- બાંધકામ અને વિવિધ કામગીરી કરતા શ્રમિકોને મફત જીવન વીમો
- દિવ્યાંગ તેમજ વરિષ્ઠ નાગરિકોને 1500 રુપિયા પેન્શન
- મહર્ષિ વાલ્મિકી, સંત રવિદાસ, નિષાદરાજ ગુહા અને ડો.આંબેડકરની સ્મૃતિમાં સાંસ્કૃતિક કેન્દ્ર સ્થપાશે
- ખેડૂતો માટે મફત વિજળી
- પાંચ હજાર કરોડની સિંચાઈ યોજના
- 25000 કરોડનુ સરદાર પટેલ એગ્રી ઈન્ફ્રાસ્ટ્રક્ચર મિશન
- બટાકા, ટામેટા, ડુંગળી જેવી ખેતીની એમએસપી માટે 1000 કરોડ રુપિયા
- શેરડીના ખેડૂતોને 14 દિવસમાં પેમેન્ટ
- નિષાદરાજ બોટ સબસિડી યોજના
- કોલેજ જનારી દરેક વિદ્યાર્થિનીને મફત ટુ વ્હીલર
- હોળી અને દિવાળીમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને મફત સિલિન્ડર
- ગરીબ પરિવારની દીકરીઓને લગ્ન માટે એક લાખની મદદ
- 3 નવી મહિલા બટાલિયન
- મહિલાઓ માટે 3000 પિન્ક પોલીસ બૂથ, ટોયલેટ માટે 1000 કરોડ
- તમામ સરકારી નોકરીઓમાં મહિલાઓની સંખ્યા બે ગણી
- એક કરોડ મહિલાઓને આત્મનિર્ભર બનાવવા માટે એક લાખ રુપિયાની લોન સાવ ઓછા વ્યાજથી
- 60 વર્ષથી વધુ વયની મહિલાઓ માટે મફત યાત્રા