Gujarat Exclusive > રાજનીતિ > UP Election 2022: પ્રિયંકા ગાંધીએ મહિલા ઘોષણા પત્ર જાહેર કર્યુ, ચૂંટણી પહેલા શું-શું કરી જાહેરાત

UP Election 2022: પ્રિયંકા ગાંધીએ મહિલા ઘોષણા પત્ર જાહેર કર્યુ, ચૂંટણી પહેલા શું-શું કરી જાહેરાત

0
80

લખનઉં: યુપી વિધાનસભા ચૂંટણી 2022માં મહિલાઓને 40 ટકા ટિકિટ અને વિદ્યાર્થીઓને સ્માર્ટફોન, સ્કૂટી આપવાનો દાવો કરી ચુકેલી કોંગ્રેસે મહિલાઓ માટે અલગથી એક મહિલા ઘોષણા પત્ર તૈયાર કર્યુ છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ અને ઉત્તર પ્રદેશના પ્રભારી પ્રિયંકા ગાંધીએ સોમવાર સવારે સવારે આ ઘોષણાપત્રની જાહેરાત કરી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યુ, ઉત્તર પ્રદેશની મારી પ્રિય બહેનો, તમારો દરેક દિવસ સંઘર્ષથી ભરેલો છે. કોંગ્રેસ પાર્ટીએ તેને સમજતા તમારી માટે અલગથી એક મહિલા ઘોષણા પત્ર તૈયાર કર્યુ છે.

પ્રિયંકા ગાંધીએ ટ્વીટ કરતા લખ્યુ, ઉત્તર પ્રદેશની મારી પ્રિય બહેનો, તમારો દરેક દિવસ સંઘર્ષથી ભરેલો છે. કોંગ્રેસ પાર્ટીએ તેને સમજતા તમારી માટે અલગથી એક મહિલા ઘોષણા પત્ર તૈયાર કર્યુ છે. કોંગ્રેસ પાર્ટીની સરકાર બનવા પર વાર્ષિક ભરેલા 3 સિલેન્ડર મફત આપવામાં આવશે. રાજ્યની સરકારી બસમાં મહિલાઓ માટે મફત યાત્રા હશે.

વિદ્યાર્થીઓને સ્માર્ટ ફોન અને સ્કૂટી આપશે, વાર્ષિક 3 સિલિન્ડર મફત આપવામાં આવશે, રાજ્યની સરકારી બસમાં મહિલાઓ માટ મફત યાત્રા, આશા અને આંગણવાડીની મારી બહેનોને દર મહિને 10,000 રૂપિયા મળશે, નવા સરકારી પદો પર આરક્ષણની જોગવાઇ અનુસાર 40% પદ પર મહિલાઓની નિયુક્તી. 1000 રૂપિયા પ્રતિ મહિને વૃદ્ધા-વિધવા પેન્શન અને ઉત્તર પ્રદેશની ધરતી પર વીરાંગનાઓના નામ પર રાજ્યભરમાં 75 વિદ્યાલય ખોલવામાં આવશે.

આ પહેલા પ્રિયંકા ગાંધી ગોરખપુરમાં પ્રતિજ્ઞા રેલી દરમિયાન યોગી સરકાર પર વરસી હતી. પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે ભાજપનો વિચાર છે, ‘મોંઘવારી એટલી વધારો કે જનતા ત્રાહિમામ પોકારી જાય.’ સત્તામાં ભાજપના આવ્યા પછી લોકોની આવક ઘટી છે. પીએમના ખરબપતિ મિત્ર એક દિવસમાં હજારો કરોડ કમાય છે. અમારા 70 વર્ષની મહેનત તેમણે 7 વર્ષમાં ગુમાવી દીધી. યુપીમાં 10 લાખ સરકારી નોકરી ખાલી વડી છે. જે રક્ષક છે તે જ ભક્ષક બન્યા છે. ગુનેગાર અને પોલીસ કાબુમાં નથી આવી રહ્યા.

આ પણ વાંચો: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મહેસુલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા નાયબ મામલતદારોને દિવાળીની ભેટ

પ્રિયંકા ગાંધીએ કહ્યુ કે એક મહિલાનો જીવન સંઘર્ષનું જીવન હોય છે. યુપીમાં 5 વર્ષમાં મહિલાઓ પર જે અત્યાચાર થયો છે, તે તમે બધા જાણો છો. મહિલાઓએ પોતાની લડાઇ ખુદ લડવી પડશે. કોંગ્રેસ તમારી માટે લડશે. 40 ટકા મહિલાઓ જ્યારે રાજનીતિમાં આવશે તો રાજનીતિમાં બદલાવ થશે. અહી ગરીબ વધુ ગરીબ બનતો જઇ રહ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat