કોરોના વાયરસની બીજી લહેર કહેર બનીને તૂટી રહી છે. પાછલા બધા રેકોર્ડ તોડતા બુધવારે દેશમાં સવા લાખથી વધારે નવા કેસ નોંધાયા છે. આંકડાઓ અનુસાર, પાછલા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 126315 નવા કેસ સામે આવ્યા છે. જ્યારે 684 લોકોના મોત થયા છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં 8400થી વધારે નવા કેસ સામે આવ્યા છે. એવામાં ગુરૂવારે નોએડા-ગાજિયાબાદ સહિત અન્ય શહેરોમાં નાઈટ કર્ફ્યૂને નિર્ણય કર્યો છે. નોએડા-ગાજિયાબાદમાં શાળા-કોલેજ સહિત અન્ય શિક્ષણ સંસ્થઓ 17 એપ્રિલ સુધી બંધ કરી દેવામાં આવી છે.
સ્વાસ્થ્ય વિભાગના અપર મુખ્ય સચિવ અમિત મોહન પ્રસાદનું કહેવું છે કે, કોરોના સંક્રમણે આ વરષે બધા રેકોર્ડ તોડી દીધા છે. ઉત્તર પ્રદેશમાં વિજળીની સ્પીડથી કોરોનાનો ગ્રાફ ઉપર વધી રહ્યો છે. પ્રદેશમાં પાછલા 24 કલાકમાં 8490 કોરોના પોઝિટિવ કેસ મળ્યા છે. જેમાંથી 50 ટકા કેસ લખનઉ, પ્રયાગરાજ, વારાણસી અને કાનપુરમાંથી છે. ઉત્તર પ્રદેશમાં હજી પણ 39,338 એક્ટિવ કેસ છે. 26 ડોક્ટર અને કર્મચારી કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે. 3 ફેકલ્ટી અને 5 રેજિડેન્ટલ ડોક્ટર પણ કોરોના સંક્રમિત થયા છે. જાણકારી અુસાર લખનઉ કેજીએમયૂમાં કોરોનાથી સ્થિતિ બગડતી નજરે પડી રહી છે. અહીં 18 સ્ટાફના રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યા છે. જ્યારે ન્યૂરો સર્જરી વિભાગમાં 26 લોકો કોરોના સંક્રમિત હોવાનું સામે આવ્યું છે.
કોરોનાના ઉપચાર માટે સીએમ યોગીએ જિલ્લાઓમાં નોડલ અધિકારીઓ મોકલ્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે, જ્યાં વધારે કોવિડના કેસ છે, ત્યાં નોડલ અધિકારી તૈનાત કરવામાં આવ્યા છે. જાણકારી અનુસાર, સીએમ સીએમ કાર્યાલય લખનઉથી મોનિટરિંગ થશે. આ નોડલ અધિકારીઓ જિલ્લાઓમાં 15 દિવસ પ્રવાસ કરશે.