ઉત્તર પ્રદેશના બાહુબલી નેતા અને પૂર્વ સાંસદ અતીક અહમદ સોમવારે સવારે અમદાવાદ પર પોલીસની સુરક્ષા સાથે આવી પહોંચ્યા છે. અહીંથી તેઓને સાબરમતી સેન્ટ્રલ જેલમાં ખસેડવામાં આવશે. અતીક અહેમદ સોમવારે સવારે નૈની જેલથી પોલીસની ભારે સુરક્ષા વચ્ચે વારાણસીના શ્રી લાલબહાદૂર શાસ્ત્રી ઈન્ટરનેશન એરપોર્ટ પરથી અમદાવાદ લઈ જવા રવાના કરવામાં આવ્યો હતો.
આ અંગે જેલ અધિક્ષક એચબી સિંહે જણાવ્યું કે, સવારે 5 કલાકે એમ્બ્યુલન્સ મારફકે પોલીસ અતીકને લઈ ગઈ હતી, જ્યાંથી અમદાવાદ જતી સ્પાઈસ જેટની ફ્લાઈટ SG-972 દ્વારા તેને અમદાવાદ લઈ જવામાં આવ્યો છે.
અગાઉ નૈની જેલમાં બંધ અતીક અહેમદને ગુજરાત મોકલવાનો આદેશ મળતા જ જેલના પોલીસ અધિકારીઓએ તૈયારી હાથ ધરી હતી. આ દરમિયાન અતીકે જેલના અધિકારીઓને પોતે બીમાર હોવાનું અને કમરમાં દર્દ હોવાનું જણાવ્યું હતું. અતીકે વધુમાં જણાવ્યું કે, તેમના જીવનો જોખમ છે. આથી સુરક્ષા અને સ્વાસ્થ્યના કારણોસર જેલ વહિવટી તંત્રએ અતીક અહેમદના ખર્ચે એસ્કોર્ટમાં લાગેલ પોલીસ કર્મચારીઓની ટિકિટ પ્લેનમાં કરાવી હતી. જેલ અધિક્ષક એચબી સિંહે જણાવ્યું કે, પ્રયાગરાજ પોલીસ ભારે સુરક્ષા વચ્ચે અતીકને વારાણસી એરપોર્ટ પર લઈ જવામાં આવ્યો હતો અને ત્યાંથી પોલીસ અધિકારઓ પ્લેન મારફતે તેને અમદાવાદ લઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, ડિસેમ્બર 2016માં અતીક અહેમદ કર્મચારીઓની મારપીટ મામલે ગુનો નોંધાયો હતો. ફેબ્રુઆરી 2017માં નૈની પોલીસે અતીક વિરૂદ્ધ સામાન્ય કલમો લગાવીને તેની ધરપકડ કરી. જો કે બાદમાં હાઈકોર્ટે આ કેસનું મોનિટરિંગ કરવા લાગી, જેથી અતીકને જામીન મળી શક્યા નહતી. અતીકની ગુંડાગર્દી જોઈને તેમને દેવરિયા જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
આ દરમિયાન એપ્રિલ 2019માં ચૂંટણીના પગલે અતીકને બરેલી જેલમાંથી નૈની જેલમાં પરત લાવવામાં આવ્યો હતો. જો કે ચૂંટણી પહેલા જ અતીકની ગુડાગર્દી ધ્યાનમાં આવતા સુપ્રીમ કોર્ટે અતીકને ગુજરાત જેલમાં મોકલવાનો આદેશ આપ્યો હતો. સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર અતીકને અમદાવાદ જેલમાં ખસેડવામાં આવ્યો છે.
દેશની હાઈપ્રોફાઈલ બેઠક પરથી ચૂંટણી લડવાની જાહેરાત
લોકસભા ચૂંટણીમાં દેશની સૌથી હોટ ગણાતા વારાણસી બેઠક વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પડકાર ફેકવા માટે અતીક અહેમદે ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જે કે જેલમાંથી પેરોલના મળતા અતીક અહેમદ ચૂંટણીમાંથી હટી ગયા હતા. અતીક અહેમદે ઉમેદવારી પણ નોંધાવી હતી અને તેમને ટ્રકનું ચૂંટણી ચિહ્ન પણ મળ્યું હતું. જેકે તેઓ ચૂંટણીમાં હટી ગયા બાદ પણ EVMમાં અતીકના નામ અને ચિહ્ન પર કુલ 866 મત પડ્યા હતા.
શું હતો આરોપ
અતીક અહેમદ પર આરોપ છે કે, તેના ઈશારે બદમાશોએ આલમબાગના રિયલ એસ્ટેટના વેપારી મોહિત જયસ્વાલનું ગત વર્ષે 26 ડિસેમ્બરમાં અપહરણ કરી જેલમાં મારપીટ કરવામાં આવી હતી. આ મામલે રિયલ એસ્ટેટના વેપારી મોહિત જયસ્વાલે એક FIR દાખલ કરી હતી. જેમાં આરોપ લગાવ્યો કે, મોહિતને દેવરિયા જેલ લઈ જઈને બેરકમાં મારપીટ કરવામાં આવી હતી અને તેના લમણે બંદૂક ધરીને 5 કંપનીઓ બે યુવકોના નામે ટ્રાન્સફર કરાવી લીધી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી છોડી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અતીક પર બસપા ધારાસભ્ય રાજૂ પાલની હત્યા સહિત અનેક ગુનાઓ નોંધાયા છે.
આ પણ વાંચો: બાહુબલી નેતા અતીક અહેમદને આજે અમદાવાદની જેલમાં લવાશે