Gujarat Exclusive > દેશ-વિદેશ > યુપીમાં ગુંડારાજ: હાથરસ, બલરામપુર પછી વધુ એક દલિત યુવતી સાથે હૈવાનિયત

યુપીમાં ગુંડારાજ: હાથરસ, બલરામપુર પછી વધુ એક દલિત યુવતી સાથે હૈવાનિયત

0
194

લખનઉ: ઉત્તર પ્રદેશમાં કાયદો વ્યવસ્થા સુધારવાના દાવાઓ થતા રહ્યા છે. પણ હકીકત કંઇ ક અલગ જ કહાણી વ્યક્ત કરે છે. હાલ કેટલાક જિલ્લાઓમાં દુષ્કર્મની ઘટનાઓને લઇને લોકોનો ગુસ્સો વધી રહ્યો ચે ત્યારે ભદોહીમાં એક સગીરાની ક્રૂરતાપૂર્વક હત્યા કરી દેવામાં આવી છે. તેની હત્યા માથુ કચડીને કરવામાં આવી છે. સગીરાના પરિવારનો આરોપ છે કે બળાત્કાર પછી તેમની પુત્રીને મારી દેવામાં આવી છે.

ઘટના ભદોહીના ગોપીગંજ કોતવાલી વિસ્તારની છે. જ્યાં ચકરાજારામ તિવારીપુર ગામમાં બપોરના સમયે 14 વર્ષીય દલિત સગીરાને ઘરેથી નીકળી નજીકના ખેતરમાં શૌચ માટે ગઈ હતી. પરંતુ ઘણાં સમય સુધી તે પરત ના ફરી. જ્યારે પરિવારજનોએ ખેતરમાં જોયું તો લોહીથી લથપથ તેનો મૃતદેહ પડ્યો હતો. તેના માથાને ક્રૂરતાથી કચડવામાં આવ્યું હતુ.

આ પણ વાંચો: Hathras Case: યુવતી સાથે રેપ થયું નથી, ગળામાં ઇજાથી થયું મોતઃ ADG

ઘટનાની માહિતી મળતા જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. પરિવારજનોને આશંકા વ્યક્તત કરી છે કે તેમની પુત્રી સાથે બળાત્કાર કરી હત્યા કરવામાં આવી છે. પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. ફોરેન્સિક એક્સપર્ટ્સ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમને પણ ઘટના સ્થળે તપાસ માટે બોલવવામાં આવી છે.

ભદોહીના પોલીસ સુપ્રીન્ટેન્ડેન્ટ રામ બદન સિંહેને જણાવ્યું કે પોલીસ બળાત્કાર અને અન્ય મુદ્દા પર તપાસ કરી રહી છે. તેમણે જણાવ્યું કે સગીરાની હત્યા માથું કચડીને કરવામાં આવી છે. સગીરા સાથે બળાત્કાર થયો છે કે નહીં? તેની પોસ્ટમાર્ટમ રિપોર્ટ આવ્યા પછી જાણ થશે.

આ પણ વાંચો: સોનભદ્રથી હાથરસઃ પ્રિયંકા અને યોગી કેટલી વખત સામ-સામે ટકરાયા

ઘટનાને લઇને વિસ્તારમાં રોષ છે. જોકે પોલીસ આ કેસની તપાસમાં દરેક પગલા સાવચેતીથી લઇ રહી છે. કારણ કે, તે પહેલાં હાથરસ, બલરામમાં પણ દલિત યુવતી સાથે બળાત્કાર અને હત્યાના કેસમાં પોલીસ અને કાયદા વ્યવસ્થા પર પ્રશ્ન ઉભા થયા છે. હાથરસમાં દલિત યુવતીનો મૃતદેહનો પરિવારને સોંપ્યા વિના જાતે જ અગ્નિદાહ કરી નાંખવાનો યુપી પોલીસ અને સરકાર પર આરોપ લાગ્યો છે. વિપક્ષે પણ યૂપી સરકાર પર નિશાન સાધ્યું છે.