Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉત્તર પ્રદેશ: પ્રતાપગઢમાં જાનૈયા ભરેલી બોલેરો ટ્રકમાં ઘુસી ગઇ, 14ના મોત

ઉત્તર પ્રદેશ: પ્રતાપગઢમાં જાનૈયા ભરેલી બોલેરો ટ્રકમાં ઘુસી ગઇ, 14ના મોત

0
71

ઉત્તર પ્રદેશના પ્રતાપગઢમાં રોડ અકસ્માતમાં 14 લોકોના મોત થયા છે. આ ઘટના માનિકપુરના દેશરાજ ઇનારાની છે, જ્યા લગ્નમાંથી પરત ફરી રહેલી બોલેરોએ નિયંત્રણ ગુમાવ્યુ હતું અને ટ્રકમાં ઘુસી ગઇ હતી. ગુરૂવાર મોડી રાત્રે આ દૂર્ઘટનામાં 14 જાનૈયાઓના મોત થયા છે. UP Accident

તમામ જાનૈયા શેખપુર ગામમાં લગ્ન સમારંભમાં સામેલ થઇને ઘરે પરત ફરી રહ્યા હતા. આ દૂર્ઘટનામાં 14 લોકોમાં 6 સગીર છે. ઘટનાસ્થળે પહોચેલી પોલીસે બોલેરો ગાડીને ગેસ કટરથી કાપીને તમામ 14 લોકોના શબને બહાર કાઢ્યા હતા. પોલીસને રેસક્યૂ કરવામાં આશરે 2 કલાકનો સમય લાગી ગયો હતો. UP Accident

તમામ શબને કબજામાં લઇને પોલીસે તેમણે પોસ્ટ મોર્ટમ માટે મોકલી દીધા હતા. જાણકારી અનુસાર, 12 બારાતી કુંડાના જિગરાપુર ચૌસા ગામના છે. જ્યારે બોલેરો ચાલક સહિત બે લોકો કુંડા વિસ્તારના અન્ય ગામના છે.

આ પણ વાંચો: UAEનો ભારત સિવાય પાક. સહિત 12 દેશના નવા વિઝા પર પ્રતિબંધ

પ્રતાપગઢમાં રોડ અકસ્માતમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે દુખ વ્યક્ત કર્યુ છે, તેમણે સીનિયર અધિકારીઓને તુરંત ઘટનાસ્થળે પહોચીને પીડિતોની મદદ કરવાના આદેશ આપ્યા છે.