Gujarat Exclusive > રાજનીતિ > 2024 ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ રહેશે કોંગ્રેસના અધ્યક્ષ, બળવાખોરોને મળી શકે છે પ્રમોશન

2024 ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ રહેશે કોંગ્રેસના અધ્યક્ષ, બળવાખોરોને મળી શકે છે પ્રમોશન

0
76

નવી દિલ્હી: છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તનની માંગ થઇ રહી છે પણ પાર્ટી આ ચૂંટણીને ટાળી રહી છે. 2024 લોકસભા ચૂંટણી સુધી કોંગ્રેસ અધ્યક્ષ પદને લઇને કોઇ બદલાવ થતો નથી જોવા મળી રહ્યો. જોકે, પાર્ટીમાં બળવાખોર નેતાઓને સંગઠનમાં મહત્વની જવાબદારી આપવામાં આવી શકે છે. સુત્રોની માનીએ તો 2024 લોકસભા ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ બન્યા રહેશે. સાથે એવી પણ સંભાવના છે કે દેશની સૌથી જૂની પાર્ટી યુવા ચહેરાઓને સંગઠનમાં પ્રમુખ પદો પર નિયુક્ત કરી શકે છે.

આગામી લોકસભા ચૂંટણી સુધી સોનિયા ગાંધી જ કોંગ્રેસના અધ્યક્ષ પદે રહેશે. રાહુલ ગાંધીના કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં નિયુક્ત થવાની સંભાવના નથી. જોકે, ટોચના સ્તર પર નિર્ણય લેવાનું તે ચાલુ રાખશે. આગામી 2024ની લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા કોંગ્રેસ પાર્ટી એક મોટા ફેરબદલની યોજના બનાવી રહી છે, જેમાં યુવા કોંગ્રેસ નેતાઓ અને ગાંધીના વફાદારોને પાર્ટી સંગઠનની અંદર મહત્વપૂર્ણ ભૂમિકા મળી શકે છે.

સુત્રોની માનીએ તો પાર્ટીમાંથી ચાર કાર્યકારી અધ્યક્ષોની નિયુક્તીની આશા છે, જે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીની મદદ કરશે. કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ પદ માટે ગુલામ નબી આઝાદ, સચિન પાયલોટ, કુમારી શૈલજા, મુકુલ વાસનિક અને રમેશ ચેન્નીથલા સૌથી આગળ ચાલી રહ્યા છે. અહી આ જાણવુ જરૂરી છે કે ગુલામ નબી આઝાદ તે જી-23 સમૂહના નેતા છે જેને સોનિયા ગાંધીને પત્ર લખીને સંગઠનમાં બદલાવની માંગ કરી હતી, બીજી તરફ સચિન પાયલોટ એક સમયે પોતાનો બળવાખોર વલણ બતાવી ચુક્યા છે.

જોકે, કોંગ્રેસના નેતૃત્વ પરિવર્તનમાં પ્રિયંકા ગાંધીની શું ભૂમિકા હશે, તેના વિશે કોઇ જાણકારી નથી. સુત્રોની માનીએ તો પ્રિયંકા ગાંધી વાડ્રાની નવી ભૂમિકા વિશે કોઇ જાણકારી સામે આવી નથી. કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસની કમાન સંભાળી રહી છે જ્યા આવતા વર્ષે ચૂંટણી યોજાવાની છે.

આ પણ વાંચો: ખતરનાક છે Pegasus, લોકોના પૈસા જાસૂસી પર થઇ રહ્યા છે બરબાદ-મમતા બેનરજી

સોનિયા ગાંધીને કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષના રૂપમાં પદભાર સંભાળતા બે વર્ષથી વધુ સમય થઇ ગયો છે અને ત્યારથી કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ પદ માટે ચૂંટણી ટાળતી આવી રહી છે. આ પહેલા એવા સમાચાર હતા કે રાહુલ ગાંધી પાર્ટીમાં અધ્યક્ષ પદ સંભાળવા માટે સહમત થઇ ગયા છે. જોકે, મે 2021માં કોંગ્રેસે દેશમાં કોરોનાની સ્થિતિનો હવાલો આપતા પાર્ટી અધ્યક્ષની ચૂંટણીને ટાળી નાખી હતી.

સુત્રોનું કહેવુ છે કે રાહુલ ગાંધી પાર્ટી સંગઠનને પુરી રીતે બદલવા માંગે છે. જ્યારથી રાહુલ ગાંધીએ 2019 લોકસભા ચૂંટણીમાં પાર્ટીના ખરાબ પ્રદર્શન બાદ કોંગ્રેસ અધ્યક્ષનું પદ છોડ્યુ છે ત્યારથી અધ્યક્ષની માંગ ઉઠી રહી છે. આટલુ જ નહી, રાજસ્થાન, પંજાબ, છત્તીસગઢ, કેરળ અને કર્ણાટકમાં પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ આ મુદ્દાનો સામનો કરી રહી છે. પંજાબમાં કેપ્ટન Vs સિદ્ધૂ વચ્ચે ટકરાવ છે જ્યારે રાજસ્થાનમાં પાયલોટ અને ગહેલોત વચ્ચે ટકરાવ જોવા મળી રહ્યો છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat