Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > હવામાન વિભાગની આગાહી, ફરી વાર આ તારીખે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ

હવામાન વિભાગની આગાહી, ફરી વાર આ તારીખે ગુજરાતમાં ત્રાટકશે કમોસમી વરસાદ

0
3915

હમણાં તાજેતરમાં જ રાજ્યનાં જુદાં-જુદાં વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યાં એક વાર ફરીથી રાજ્યનાં વાતાવરણમાં પલ્ટો આવવાનાં એંધાણ છે. 5 માર્ચનાં રોજ થયેલા વરસાદ બાદ એક વાર ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદને લઇ આગાહી કરવામાં આવી છે. મહત્વનું છે કે કમોસમી વરસાદ ગુજરાતનો પીછો નથી છોડી રહ્યું. ત્યારે 5મી તારીખે પડેલો વરસાદ એ ખેડૂતો માટે કાળ સમાન પુરવાર થયો છે. કમોસમી વરસાદને કારણે ઘઉંનો ઉભો પાક ભેરાઈ ગયો. કમોસમી વરસાદનો ત્રાસ હજુ તો ખેડૂતો માથે ભમી રહ્યો છે. ત્યાં તો આવતી 10મી અને 11મી માર્ચે એક વાર ફરી ગુજરાતમાં કડાકા ભડાકા સાથે વરસાદ ત્રાટકવાની આગાહી કરવામાં આવી છે.

રાજ્યમાં ફરી કમોસમી વરસાદની આગાહી
હવામાન વિભાગ મુજબ રાજ્યનાં વાતાવરણમાં એક વાર ફરી પલટો આવશે. એક વાર ફરીથી સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થઇ રહ્યું હોવાંને કારણે રાજ્યમાં વરસાદ વરસવાની શક્યતા છે.

બનાસકાંઠા અને દ્વારકામાં વરસાદની સંભાવના
સમગ્ર રાજ્યની વાત કરીએ તો બનાસકાંઠા અને દ્વારકામાં પણ વરસાદની સંભાવના છે. વળી સાયકલોનિક સર્ક્યુલેશનને કારણે દરિયાકાંઠાનાં વિસ્તારોમાં પણ વરસાદ થવાની શક્યતા છે.

કેટલું રહેશે ગરમીનું પ્રમાણ?

ઉલ્લેખનીય છે કે જો રાજ્યમાં ગરમીનાં પ્રમાણની વાત કરીએ તો અમદાવાદમાં આગામી 13 માર્ચ સુધી લઘુત્તમ તાપમાન 12-15 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી રહી શકે તેવી શક્યતા છે. જો કે શહેરમાં મોટે ભાગે વાતાવરણ સ્વચ્છ જ રહેશે. શહેરમાં આગામી અઠવાડિયું લઘુત્તમ તાપમાન 17 ડિગ્રી અને મહત્તમ તાપમાન 33 ડિગ્રી સુધી રહેશે.

બીજી બાજુ જો દક્ષિણ ગુજરાતની વાત કરીએ તો દક્ષિણ ગુજરાતમાં પણ કમોસમી વરસાદની અસર નહીંવત થવાની શક્યતા છે. સુરતમાં તાપમાનનો પારો જોઇએ તો 13 માર્ચ સુધી લગભગ 30 ડિગ્રી સુધી રહે તેવી શક્યતા છે. જ્યારે રાજકોટમાં લઘુત્તમ તાપમાન 14થી 18 ડિગ્રી અને મહત્તમ તાપમાન 32 ડિગ્રી સુધી રહેશે. જ્યારે દેવભૂમિ દ્વારકામાં 10 માર્ચે હળવો વરસાદ થવાની શક્યતા છે.

ગુજરાતનાં વાતાવરણે બદલ્યો મિજાજ, અમદાવાદનાં પણ કેટલાંક વિસ્તારોમાં વરસ્યો હળવો વરસાદ