Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > Unlock-5: સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સ ખુલશે, શાળા કોલેજોનો નિર્ણય રાજ્યો પર

Unlock-5: સિનેમાઘરો અને મલ્ટીપ્લેક્સ ખુલશે, શાળા કોલેજોનો નિર્ણય રાજ્યો પર

0
301
  • તહેવારોની સીઝનમાં Unlock-5માં 15 ઓક્ટોબર પછી વધુ રાહતો
  • વિવિધ મંત્રાલયો દ્વારા જે તે ક્ષેત્ર અંગે sop જારી કરવામાં આવશે

નવી દિલ્હીઃ કોરોના મહામારીને પગલે લોકડાઉન બાદ તબક્કાવાર જાહેર કરાઇ રહેલા અનલોકના 5 (Unlock-5)મા તબક્કાની બુધવારે ગાઇડલાઇન (Guideline)જારી કરી દેવાઇ. ગૃહ મંત્રાલયના આદેશ મુજબ Unlock 5માં સિનેમાઘરો, મલ્ટીપ્લેક્સ 50 ટકા બેઠકોની શરતે 15 ઓક્ટોબરથી ખુલી શકશે. એન્ટરટેનમેન્ટ પાર્ક પણ ખુલશે. જ્યારે સ્વીમિંગ પુલ ખેલાડીઓ માટે ખોલવામાં આવશે.

Unlock-5માં સિનેમાગૃહો અને મલ્ટીપ્લેક્સ માટે માહિતી અને પ્રસારણ મંત્રાલય ટુંકમાં ગાઇડલાઇન જારી કરશે. જ્યારે 15 ઓક્ટોબર પછી શાળા-કોલેજો ખોલવાનો નિર્ણય રાજ્ય સરકારો પર છોડવામાં આવ્યો છે. પરંતુ તેના માટે વાલીઓની મંજૂરી જરુરી રહેશે.

આ પણ વાંચોઃ IT અને GST Return ભરવાની મુદત લંબાવાઇ, જાણો ક્યાં સુધી આપી રાહત

Unlock-5ની ગાઇડલાઇનના મહત્વના મુદ્દા

  • -સિનેમાગૃહો, મલ્ટીપ્લેકસ, થિયેટરો 15 ઓક્ટેબરથી 50 ટકા બેઠક ક્ષમતાની પરવાનગી સાથે ખોલી શકાશે.
  • -સિનેમાગૃહો, મલ્ટીપ્લેકસ માટે sop ટુંકમાં માહિતી અને પ્રસારણ મંત્રાલય જારી કરશે.
  • -15 ઓક્ટોબર બાદ શાળા અને કોચિંગ સંસ્થાનો ખોલવા માટેનો નિર્ણય રાજ્યો, કેન્દ્રશાસિત પ્રદેશો પર છોડવામાં આવ્યો છે.
  • -ઉદ્યોગ એક્ઝીબિશન્સ ખોલવાની પણ મંજૂરી, તેના માટે ગાઇડ લાઇન વાણીજ્ય મંત્રાલય જારી કરશે.
  • -સ્વીમિંગ પુલ્સ ખેલાડીઓની ટ્રેનિંગ માટે ખોલવાની મંજૂરી, તેની ગાઇડલાઇન રમત અને યુવા મંત્રાલય બહાર પાડશે.
  • -એન્ટરટેનમેન્ટ પાર્ક અને આવી બીજી જગ્યાઓ પણ ખોલવાની મંજૂરી આપી દેવાઇ છે.

આ પણ વાંચોઃ ડ્રાઈવિંગ લાઇસન્સ અને RC બુક રાખવાની ઝંઝટમાંથી મુક્તિ, 1 ઓક્ટોબરથી નિયમો બદલાશે

Unlock-5 તહેવારોને લીધે મહત્વપૂર્ણ

અનોલોક-5 (Unlock-5)માં તહેવારોની સીઝન શરુ થઇ રહી હોવાથી તે બહુ મહત્વપૂર્ણ છે. આ તબક્કામાં નવરાત્રિ, દુર્ગાપૂજા, દશેરા જેવા ઘણા મોટા તહેવારો આવી રહ્યા છે. તેથી સરકારની SOPમાં આ વાતનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું કે લોકો કોરોના સંક્રમણથી બચવાના ઉપાયો સાથે તહેવારોની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરે.

મહારાષ્ટ્રમાં કન્ટેનમેન્ટ ઝોન્સમાં 31 ઓક્ટોબર સુધી લોકડાઉન

મહારાષ્ટ્ર સરકારે કન્ટેનમેન્ટ ઝોનમાં લોકડાઉન 31 ઓક્ટોબર સુધી લંબાવી દીધું છે. અનલોક 4માં કેન્દ્ર સરકારે સ્કૂલ ખોલવા માટે આંશિક રાહત આપી હતી. 21 સપ્ટેમ્બરથી દેશભરમાં આંશિક રીતે સ્કૂલો ખોલlaksવામાંlaks આવી રહી છે. છતાં મોટાભાગના રાજ્યોમાં હજુ પણ સ્કૂલો બંધ છે. જ્યારે કેટલાક રાજ્યો સ્કૂલો ખોલવા માટે કેન્દ્ર સરકારની મંજૂરીની રાહ જોઇ રહ્યા છે.

કોરોનાના કેસો 62 લાખને પાર અને મૃત્યુઆંત એક લાખની નજીક Unlock-5

ભારતમાં બુધવારે કોરોના વાઇરસના એક દિવસમાં 80472 કેસો મળ્યા હતા. તેની સાથે દેશમાં કોરોના દર્દીઓની કુલ સંખ્યા વધીને 62 લાખથી વધુ થઇ ગઇ છે. જ્યારે સાજા થયેલા દર્દીઓની સંખ્યા 51,87,825 થઇ ગઇ છે. આમ દેશમાં રિકવરી દર 83.33 ટકા છે.

આ પણ વાંચોઃ ગુરુવારે મ્યુનિ.ની સ્ટેન્ડિંગ કમેટીની બેઠક, પે એન્ડ પાર્કિંગના કોન્ટ્રાકટરોને ફી ભરવામાંથી મુક્તિ અપાશે

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય મુજબ દેશમાં સંક્રમણના કુલ કેસ 62,25,763 થઇ ગયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 1179 મોત સાથે કુલ મૃત્યુઆંક વધીને 97,497 થઇ ગયો છે. આંકડાઓ મુજબ દેશમાં કોરોનાનો મૃત્યુદર .157 ટકા છે.