Gujarat Exclusive > આપણી જરૂરિયાત > અનલોક-2ઃ રાત્રે કરફ્યૂની છૂટ માત્ર 1 કલાક વધારી, સ્કૂલ-કોલેજો બંધ જ રહેશે

અનલોક-2ઃ રાત્રે કરફ્યૂની છૂટ માત્ર 1 કલાક વધારી, સ્કૂલ-કોલેજો બંધ જ રહેશે

0
1709

થિયેટરો, જીમ સ્વીમિંગ પુલ ચાલુ નહીં થઇ શકે

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે સોમવારે દેશમાં અનલોક-2 માટેની ગાઇડલાઇન જારી કરી દીધી. જેમાં રાત્રી કરફ્યૂની છૂટ માત્ર એક કલાક લંબાવી છે. જ્યારે સ્કૂલ-કોલેજો વગેરે બંધ જ રહેશે. કોરોનાના વધતા કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે મોડી રાત્રે લોકડાઉનના 6ઠ્ઠા ફેઝની ગાઇડ લાઇન જારી કરી દીધી. અનલોક-1માં સરકારે થોડી રાહતો આપી હતી. હવે અનલોક-વન 30 જૂને પુરું થઇ રહ્યું છે. 1 જુલાઇથી અનલોક-2 શરૂ થશે.
નવી માર્ગદર્શિકા મુજબ રાત્રે કરફ્યૂનો સમય સવારે 5થી 10 કર્યો છે. પહેલાં એવું મનાતુ હતું કે રાત્રે 12 વાગ્યા સુધી છૂટ મળશે તેવી સંભાવના વ્યકત કરાઇ હતી.

શું બંધ રહેશે?

સ્કૂલ-કોલેજો,
શૈક્ષણિક સંસ્થાઓ,
આંતરરાષ્ટ્રીય વિમાની સેવા,
સિનેમાઘરો, જિમ,
સ્વીમિંગ પુલ,
ધાર્મિક મેળાવડા

ગાઇડલાઇન મુજબ ઘરુલુ ફ્લાઇટ્સ અને મુસાફર ટ્રેનો પહેલેથી મર્યાદિત સંખ્યામાં કાર્યરત છે. જો કે બસો, ટ્રેનો અને વિમાનમાંથી મુસાફરી રાત્રે આવેલા યાત્રીઓ માટે કરફ્યુમાં ઢીલ રહેશે. તેમને ઘરે પહોંચવા માટે મુશ્કેલીનો સામનો કરવો નહીં પઢે. સાથે નેશનલ, સ્ટેટ હાઇવે પર માલ-સામાનની હેરફેર માટે રાત્રી કરફ્યૂમાં છૂટ રહેશે.