Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાતની 1200 સ્કૂલોમાં અનલિમિટેડ ઈન્ટરનેટની સુવિધા

ગુજરાતની 1200 સ્કૂલોમાં અનલિમિટેડ ઈન્ટરનેટની સુવિધા

0
235

સ્કૂલોમાં શિક્ષકોની ઘટને પૂરી કરવા માટે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ડિજિટલ ઈન્ડિયાના માધ્યમ મારફતે એક અનોખી તરકીબ શોધી છે. રાજ્યની 1200 શાળાઓને અનલિમિટેડ ઈન્ટરનેટ સુવિધા આપવામાં આવશે. જેથી બાળકો જે-તે વિષય સબંધી જાણકારી કોમ્પ્યુટર દ્વારા પ્રાપ્ત કરી શકે.

ગુજરાત સરકાર એક તરફ શહેરી વિસ્તારની શાળાઓને ગૂગલ સ્માર્ટ વિદ્યાલય બનાવી રહી છે. તો રાજધાનીથી દૂર અંદાજે 1000 જેટલી સ્કૂલો પણ સ્માર્ટ બનાવવામાં આવશે. આ માટે સ્કૂલોને અનલિમિટેડ ઈન્ટરનેટ સુવિધા પૂરી પાડવામાં આવશે. જેથી વિદ્યાર્થીઓ મલ્ટીમીડિયા સિસ્ટમ દ્વારા પોતાના વિષયને લગતી સામાન્ય જાણકારી ઓનલાઈન મેળવી શકે. અમદાવાદની અંદાજે 150 સ્કૂલોને તેમાં સામેલ કરવામાં આવી છે. સરકાર આ વિસ્તારોમાં નોડલ અધિકારીની નિમણૂક કરશે, જે આ સમગ્ર પ્રોજેક્ટને મૉનિટર કરશે.

શિક્ષણ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, ગ્રામીણ વિસ્તારમાં જ્યાં શિક્ષકોની કમી છે, ત્યાં આ યોજના કારગર સાબિત થશે. બાળકોને ઓનલાઈન સ્ટડી મરેરિટય ઉપલબ્ધ થશે, તો તેઓ પોતે પણ વિષય સબંધિત જાણકારી પ્રાપ્ત કરી શકશે. શરૂઆતમાં જ્યારે સ્કૂલોને કોમ્પ્યુટર આપવામાં આવ્યા, ત્યારે શિક્ષકો પણ કોમ્પ્યુટર ચલાવતા પણ આવડતું નહતું. આ કારણે કોમ્યુટર્સ ઉપયોગ વિના પડી રહેતા હતા. જો કે સ્માર્ટ ફોન આવી જવાના કારણે મોટાભાગના શિક્ષકો અને બાળકો પણ કોમ્પ્યુટર ફ્રેન્ડલી થઈ ગયા છે.