Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > ધ્રોલમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરાતા એકનું મોત, બે આરોપીઓની ધરપકડ

ધ્રોલમાં 5 રાઉન્ડ ફાયરિંગ કરાતા એકનું મોત, બે આરોપીઓની ધરપકડ

0
1558

જામનગર: ધ્રોલનાં ત્રણ બત્તી ચોક પાસે પેટ્રોલપંપ નજીક કારમાં આવેલા ત્રણ શખ્સોએ પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. જેમાં દિવ્યરાજ નામના યુવકને ગોળી વાગતા તેનું મોત નીપજ્યું હતું. જો કે આ શખ્સો ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતાં. પરંતુ મોરબી પોલીસે ગણતરીની કલાકમાં જ બે આરોપીની હથિયાર સાથે ધરપકડ કરી લેવામાં આવી. અનિરૂદ્ધસિંહ અને મુસ્તાક નામનાં બે શખ્સની હથિયાર સાથે ધરપકડ કરવામાં આવી છે. આ ઘટના બાદ ત્રણેય શખ્સો પૂરપાટ ઝડપે કાર ચલાવી રહ્યાં હતાં તેવાં દ્રશ્યો પણ સીસીટીવીમાં કેદ થયાં છે. આ શખ્સોએ મોરબી પોલીસને પણ કાર નીચે કચડવાનો પ્રયાસ કર્યો હતો. જેને લઇ પોલીસ આ મામલે આવતીકાલે પ્રેસ કોન્ફરન્સ પણ યોજી શકે છે.

ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યું

હુમલો કરનારા આ ત્રણેય શખ્સો સ્વીફ્ટ કારમાં આવ્યાં હતાં અને તેઓએ નીચે ઉતરીને ચારથી પાંચ રાઉન્ડ ફાયરિંગ કર્યા હતાં. જેમાં દિવ્યરાજને ગોળી વાગતા તેને સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરનાં તબીબે તેને મૃત જાહેર કરતા આ બનાવ હત્યામાં પરિણમ્યો છે. ઉલ્લેખનીય છે કે દિવ્યરાજ મજોઠ ગામનો હોવાનું અને અગાઉ પણ હત્યાનાં ગુનામાં સંડોવાયેલો હતો. આ મામલે પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરી દીધી હતી.

આરોપીઓ લોડેડ હથિયાર સાથે ઝડપાયાં હતાં
જામનગરનાં SP શરદ સિંઘલે જણાવ્યું કે, ધ્રોલમાં જે ફાયરિંગ થયું તેનાં આરોપીઓ સ્વીફ્ટ કારમાં આવ્યાં હતાં અને તેઓ ફાયરિંગ કરીને ફરાર થઇ ગયા હતાં. રાજકોટ રેન્જ પર મોરબી પોલીસની નાકાબંધીની મદદથી અમે આ બે આરોપીઓની લોડેડ હથિયાર સાથે ધરપકડ કરી દીધી છે.

અમદાવાદ: રોંગ સાઈડમાં વાહન ચલાવવું પડશે ભારે, પકડાયા તો થશે લાઈસન્સ સસ્પેન્ડ