Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ખાનગી તથા સરકારી યુનિવર્સિટીઓને ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરવા સૂચના

ખાનગી તથા સરકારી યુનિવર્સિટીઓને ઓફલાઇન પરીક્ષાનું આયોજન કરવા સૂચના

0
189
  • પરીક્ષા પહેલાં પરીક્ષાર્થીઓના વેક્સિનેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે

  • રાજયના શિક્ષણ વિભાગ દ્વારા રાજયભરની યુનિવર્સિટી-કોલેજોને સૂચના જારી કરી

ગાંધીનગર: રાજયની સરકારી તથા ખાનગી યુનિવર્સિટી અને કોલેજો માટે ઓફલાઇન પ્રત્યક્ષ રીતે પરીક્ષાનું આયોજન કરવા રાજયના શિક્ષણ વિભાગે સૂચના જારી કરી છે. આ પરીક્ષા યોજતાં પહેલાં પરીક્ષાર્થીઓના વેક્સિનેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે.

રાજયના શિક્ષણ વિભાગ દ્વારા અપાયેલી સૂચનામાં જણાવ્યું છે કે, શિક્ષણ વિભાગ હેઠળની સર્વે સરકારી યુનિવર્સિટીઓના મેડીકલ અને ફાર્મસી સિવાયના અભ્યાસક્રમો માટે શૈક્ષણિક વર્ષ 2021-22નું કોમન એકેડેમિક કેલેન્ડર નિયત કરવામાં આવ્યું છે. જેમાં રાજય સરકાર તરફથી સૂચનાઓ મળ્યા બાદ જ ઓફ લાઇન ( પ્રત્યક્ષ ) પરીક્ષા લેવાની રહેશે.

વધુમાં જણાવ્યું છે કે, હાલમાં રાજયમાં કોવિડ 19ના સંક્રમણની પરિસ્થિતિમાં સુધારો થતાં વિદ્યાર્થીઓના શિક્ષણના હિતોને ધ્યાનમાં લઇને સ્નતક કક્ષાના ફાઇનલ સેમેસ્ટર- ટર્મીનલ સેમેસ્ટર અને અનુસ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ માટે ઓફ લાઇન ( પ્રત્યક્ષ ) પરીક્ષાનું જુલાઇ 2021 દરમિયાન પ્રવર્તમાન પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને અનુકુળતા મુજબ ઓફ લાઇન પરીક્ષાનું આયોજન કરવાનું રહેશે.

આ પરીક્ષાના આયોજન પહેલાં રાજયની તમામ સરકારી- ખાનગી યુનિવર્સિટી/ કોલેજોએ વિદ્યાર્થીઓ, શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફ માટે સ્થાનિક સત્તામંડળો જેવા કે મહાનગરપાલિકા, નગરપાલિકા, પંચાયતના સહયોગમાં ફરજિયાત કોવિડ વેક્સીનેશન કેમ્પનું આયોજન કરીને પરીક્ષાર્થીઓના વેક્સિનેશનની વ્યવસ્થા સુનિશ્ચિત કરવાની રહેશે. વેક્સિનેશન અંગે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા બહાર પાડવામાં આવતી સૂચનાઓ- માર્ગદર્શિકાઓને અનુસરીને તેઓના સંકલનમાં કામગીરી કરવાની રહેશે.

વધુમાં જણાવ્યું છે કે, દરેક યુનિવર્સિટી/ કોલેજોએ પોતાના વિસ્તારની પરિસ્થિતિઓને ધ્યાનમાં લઇને વિદ્યાર્થીઓ, ફેકલ્ટી, સ્ટાફની આરોગ્યલક્ષી સુરક્ષાને ધ્યાનમાં રાખવાનું તથા કોવિડ 19ની વખતો વખતની ગાઇડલાઇનનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. પરીક્ષા ખંડોમાં સોશિયલ ડીસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવાનું રહેશે તેમ જ હોસ્ટેલમાં રહેઠાણ બાબતે કોવિડ 19 અંગેની શિક્ષણ વિભાગની વખતો વખતની માર્ગદર્શિકા (એસ.ઓ.પી.)નું પાલન કરવાનું રહેશે. તથા કોવિડ 19ના પ્રોટોકોલ સંલગ્ન તમામ આનુષાંગિક બાબતો જેવા કે માસ્ક, સેનેટાઇઝેશન વગેરેનો ચુસ્તપણે અમલ કરવાનો રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat