Gujarat Exclusive > દેશ-વિદેશ > અમેરિકાના કેપિટલમાં હિંસા દરમિયાન ભારતીય ધ્વજ લહેરાવનારાની ઓળખ થઇ

અમેરિકાના કેપિટલમાં હિંસા દરમિયાન ભારતીય ધ્વજ લહેરાવનારાની ઓળખ થઇ

0
46

વોશિંગ્ટન: અમેરિકામાં છ જાન્યુઆરીએ યૂએસ કેપિટલ બિલ્ડિંગમાં ટ્રમ્પ સમર્થકોની હિંસક ભીડે હુમલો કર્યો હતો જેમાં એક વ્યક્તિ ભારતનો રાષ્ટ્રધ્વજ તિરંગો લહેરાવતો જોવા મળ્યો હતો. આ વ્યક્તિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ભાજપના સાંસદ વરૂણ ગાંધીએ પણ આ વીડિયોને ટ્વીટ કરી સવાલ ઉઠાવ્યા હતા. Indian Flag

અંગ્રેજી અખબાર ધ હિન્દૂએ તેની પર એક અહેવાલ પ્રકાશિત કર્યો છે. રાષ્ટ્રીયધ્વજ લહેરાવનારા વ્યક્તિની ઓળખ કેરળમાં કોચ્ચીના વિન્સેટ ઝેવિયર પાલાથિંગલના રૂપમાં થઇ છે.

અખબારે પોતાના રિપોર્ટમાં લખ્યુ, “ઝેવિયરે પોતાની ફેસબુક પોસ્ટમાં તેને લઇને વિસ્તૃત જાણકારી આપી છે. ઝેવિયરનું કહેવુ છે કે તે કોઇ હિંસામાં સામેલ નહતો, તેણે કહ્યુ કે તે ચૂંટણીમાં ગડબડ વિરૂદ્ધ વિરોધ પ્રદર્શનમાં સામેલ થવા ગયો હતો.”

ઝેવિયરની ટિકા થઇ રહી છે કે તેણે તિરંગો લહેરાવી ભારતનું અપમાન કર્યુ છે. કેરળની અંદર પણ તેની ટિકા થઇ રહી છે. ટ્રમ્પ સમર્થકોના આ હિંસક હુમલા દરમિયાન પાંચ લોકોના મોત થયા હતા.

ઝેવિયરે પોતાની પોસ્ટમાં લખ્યુ છે, “ટ્રમ્પની રેલી હંમેશા મજેદાર હોય છે અને આજે પણ કોઇ અપવાદ નહતો. આશરે 50 કે તેથી પણ ઓછા લોકો યૂએસ કેપિટલની સુરક્ષા તોડી, દીવાલ કુદીને કેમ્પસમાં ઘુસી ગયા હતા, તેમણે બારી તોડી નાખી હતી અને પોલીસ પર હુમલો કર્યો હતો પરંતુ તેને કારણે આ નથી થઇ શકતુ કે તમે લાખો શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને ઉઠાવીને ફેકી દો.”

ઝેવિયરે લખ્યુ, “કેટલાક ગુનેગારોએ ઇવેન્ટને ખરાબ કરી અને હિંસા ભડકાવી. તે એક શાંતિપૂર્ણ પ્રદર્શન હતું. મને આ વાતનો કોઇ અફસોસ નથી કે હું ત્યા તિરંગો લઇને ગયો. હું એક ગૌરવશાળી ભારતીય-અમેરિકન છું, જે ટ્રમ્પનું સમર્થન કરૂ છું.” Indian Flag

આ પણ વાંચો: ડોનાલ્ડ ટ્રમ્પ પર ટ્વીટરની કાર્યવાહી, કાયમ માટે સસ્પેન્ડ કર્યું એકાઉન્ટ

ઝેવિયર 1992થી અમેરિકામાં છે અને એન્જિનિયર છે. ઝેવિયરે કહ્યુ કે પહેલા તે ડેમોક્રેટિક પાર્ટીનો સમર્થક હતો અને તેણે બે વખત બરાક ઓબામાને મત આપ્યો હતો. તે માને છે કે આ પ્રદર્શનથી રિપબ્લિકન પાર્ટીની છબી ખરાબ થઇ છે. ઝેવિયરે કહ્યુ, “ટ્રમ્પ સમર્થકોને લાગતુ હતું કે દબાણ બનાવવા પર ચૂંટણી ગડબડને લઇ અમેરિકન સંસદમાં ઓછામાં ઓછા દસ કલાક ચર્ચા થશે પરંતુ હિંસાને કારણે બધુ બેકાર થઇ ગયુ.”

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9