Gujarat Exclusive > ગુજરાત > દક્ષિણ ગુજરાત > કોરોનાના આર્થિક માર પર પોલીસનું અનોખું મલમ, સુરતમાં I FOLLOW મુહિમ કરાશે શરૂ

કોરોનાના આર્થિક માર પર પોલીસનું અનોખું મલમ, સુરતમાં I FOLLOW મુહિમ કરાશે શરૂ

0
444

કોરોનાની મહામારીને પગલે લોકોના ધંધા રોજગાર લાંબા સમય સુધી બંધ રહ્યા હતા, જેને કારણે લોકોએ મોટું આર્થિક નુકસાન ભોગવવું પડ્યું છે બીજી તરફ સરકાર દ્વારા લોક ડાઉનલોડ ભંગ કરનારા લોકોને આર્થિક દંડ ફટકારી કરોડો રૂપિયાની વસુલાત કરવામાં આવી છે. લોકડાઉન બાદ સરકાર દ્વારા અનલોકની જાહેરાત કરી છે, જેમાં પણ લોકોને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. ત્યારે સુરત પોલીસે 21 દિવસ માટે દંડ નહીં વસૂલી લોકોને જાગૃત કરવાનું અભિયાન શરૂ કર્યું છે.

આ પણ વાંચો: મહિલા પ્રિન્સિપાલને ચુંબન કરી બચકાં ભરી ઝૂડનારા શાળા સંચાલકની ધરપકડ

સુરત શહેર પોલીસ કમિશ્નર રાજેન્દ્ર બ્રહ્મભટ્ટના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક વિભાગના ડીસીપી પ્રશાંત સુંબે દ્વારા પત્રકાર પરિષદમાં જાહેરાત કરવામાં આવી હતી કે, આગામી 21 દિવસ માટે સુરતમાં I FOLLOW મુહિમ શરૂ કરવામાં આવશે, જેમાં લોકોને ટ્રાફિક અંગે જાગૃત કરવામાં આવશે. ડીસીપી સુંબેનું કહેવું હતું કે,

“જે લોકો ટ્રાફિકના નિયમો અને કોવિડ અંગેની ગાઈડ લાઈનનું પાલન કરે છે, તેમને સન્માનિત કરવામાં આવશે. સાથે જ નિયમોને ભંગ કરશે તેમની પાસેથી આર્થિક દંડની વસુલાત નહીં થાય પણ તેમને અલગ રીતે ગુન્હાનું મહત્વ સમજાવવામાં આવશે.”

મહત્વનું છે મેં કોરોનાની મહામારીને પગલે લોકોની આર્થિક પરિસ્થિતિ ખૂબ ખરાબ થઈ છે, હાલમાં 30 ટકા જેટલુંજ એન્ફોર્સમેન્ટનું કામ ટ્રાફિક પોલીસ કરી રહી છે. જોકે સુરત શહેરની જનતા દ્વારા ટ્રાફિક પોલીસ તરફ થી દંડ ફટકારવામાં આવતા રોષ વ્યકત કરાઈ રહ્યો હતો. કારણ કે લોકડાઉન દરમિયાન સુરત પોલીસે દરરોજ સુરતી પાસે દર સરેરાશ રૂ 10 લાખથી વધુની વસુલાત દંડ પેટે કરી હતી.