Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી બે દિવસ ગુજરાતની મુલાકાતે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી બે દિવસ ગુજરાતની મુલાકાતે

0
2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ફરી બે દિવસ માટે ગુજરાત પ્રવાસે છે. અમિત શાહ 28 અને 29 નવેમ્બર એમ બે દિવસ ગુજરાતની મુલાકાતે આવશે. રાજ્યમાં એક તરફ ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાવા જઇ રહી છે ત્યારે તેમની આ મુલાકાત સુચક માનવામાં આવી રહીં છે. અમિત શાહ ગાંધીનગરના ભાટ અમૂલ ડેરીના નવા પેકેજિંગ પ્લાન્ટને ખુલ્લો મૂકશે. આ ઉપરાંત અન્ય વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 27-28 નવેમ્બરે ગુજરાતની મુલાકાતે આવી રહ્યાં છે. તેમની ગુજરાત મુલાકાતને પગલે કાર્યક્રમો નક્કી કરવામાં આવ્યા છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 28 નવેમ્બરે અમિત શાહ અમૂલના મિલ્ક પાઉડર પ્લાન્ટનું લોકાર્પણ કરશે. ગાંધીનગરમાં અમૂલ ડેરી ખાતે મિલ્ક પાઉડર પ્લાન્ટ બનાવાયો છે.

કેન્દ્રીય ગૃહ મંત્રીની અચાનક મુલાકાતને લઇને રાજકીય અટકળો પણ તેજ બની છે. ચૂંટણીઓને લઈને પણ અમિત શાહની મુલાકાત વિશેષ માનવામાં આવી રહી છે. છેલ્લા કેટલાક સમયથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની ગુજરાતની મુલાકાતો વધી ગઇ છે. જેને લઇને આ વખતે પણ તેમના ગુજરાત પ્રવાસના પગલે ભાજપમાં હલચલ તેજ થઈ ગઈ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat