Gujarat Exclusive > દેશ-વિદેશ > UNHRCમાં પાકિસ્તાન પરાસ્ત, ભારતે 10 તર્કથી PAKની બોલતી કરી બંધ

UNHRCમાં પાકિસ્તાન પરાસ્ત, ભારતે 10 તર્કથી PAKની બોલતી કરી બંધ

0
474

પાડોશી દેશ પાકિસ્તાન જમ્મુ-કાશ્મીર મુદ્દે સતત ફજેતીનો સામનો કરી રહ્યું છે. ભારતે આર્ટીકલ 370 પર જે ઐતિહાસિક નિર્ણય કર્યો છે, તેનાથી પાકિસ્તાનને તકલીફ છે. આ મુદ્દાને લઈને પાકિસ્તાન UNHRCમાં પહોંચ્યુ હતું, પરંતુ ભારતે પોતાના તર્કો મારફતે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપીને તેની બોલતી બંધ કરી છે.

ભારત તરફથી સૌ પ્રથમ વિદેશ મંત્રાલયના સચિવ (ઈસ્ટ) વિજય ઠાકુર સિંહ અને બાદમાં UNHRC માટે ભારતના સ્થાયી મિશનમાં પ્રથમ સચિવ વિમર્શ આર્યને પાકિસ્તાનના તમામ તર્કોના જવાબ આપ્યા અને પાકિસ્તાને પરાસ્ત કર્યું. ભારતે UNHCના મંચ પર શું તર્ક રાખ્યો, જાણો….

(1) સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ (UNHRC)માં પાકિસ્તાને જમ્મુ-કાશ્મીર વિશે ખોટી અને ભ્રામક સ્થિતિ રજૂ કરી છે. ભારત દ્વારા પોતાના બંધારણીય મૂલ્યોના અનૂરૂપ જ આર્ટીકલ 370ને લઈને નિર્ણય કરવામાં આવ્યો છે.

(2) ભારત આ મુદ્દા પર કોઈ વિદેશી હસ્તક્ષેપ સ્વીકાર નહી કરે, કારણ કે તે ભારત આંતરિક મુદ્દો છે.

(3) પાકિસ્તાન આતંકવાદનું કેન્દ્ર છે અને તે વૈકલ્પિક કૂટનીતિ તરીકે સીમા પાર આતંકવાદનું સંચાલન કરે છે. ભારત માનવાધિકારને પ્રોત્સાહન આપવા અને તેની રક્ષા કરવામાં વિશ્વાસ ધરાવે છે.

(4) જે લોકો વિસ્તારમાં કોઈ પણ રૂપમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા અને નાણાંકીય રૂપે તેમનું સમર્થન કરે છે, વાસ્તવમાં આ માનવ અધિકારોના સૌથી મોટા નુક્સાનકર્તા છે.

(5) પાકિસ્તાન પીડિત તરીકે રોદણાં રડી રહ્યું છે, જ્યારે વાસ્તવમાં તે માનવાધિકારોનું હનન કરવાનું મોટો અપરાધી છે. આપણે આવા લોકો પર અંકુશ મૂકવો જોઈએ, જે માનવાધિકારોની આડમાં રાજનીતિક એજન્ડા માટે આ મંચનો દૂરૂપયોગ કરી રહ્યાં છે.

(6) પાકિસ્તાન બીજા દેશોના અલ્પસંખ્યકોના માનવાધિકારો પર બોલવાનો પ્રયત્ન કરી રહ્યો છે, જ્યારે તે પોતાના જ દેશમાં માનવાધિકારોનું પાલન નથી કરી રહ્યું. તે પીડિત તરીરે રોઈ રહ્યું છે, જ્યારે વાસ્તવમાં તે અપરાધી છે.

(7) ભારતે આર્ટીકલ 370 માટે અન્ય કાયદાની જેમ જ ભારતીય સંસદ દ્વારા એક પૂર્ણ ચર્ચા બાદ જ નિર્ણય લીધો છે. જેને વ્યાપક સમર્થન મળી રહ્યું છે.

‘મંદીના કારણે નથી ગઈ નોકરીઓ, દેશમાં રોજગાર વધ્યો’