વર્તમાનમાં દેશમાં અંદાજે 4.5 કરોડ લોકો રોજગાર શોધી રહ્યા છે Unemployment Issue India
નવી દિલ્હી: ટ્વિટર પર “#modi_rojgar_do” હૈઝટેગ ખૂબ જ ટ્રેન્ડ કરી રહ્યો છે. તેના દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાસેથી રોગગાર આપવાની માંગ કરવામાં આવી રહી છે. સ્થિતિ એ છે કે આ હૈઝટેગ મારફતે 20 લાખથી વધુ લોકોએ પોતાની પોસ્ટ ટ્વીટર પર નાંખી છે. ટ્વીટ્સની રફ્તાર જોઇ લાગે છે કે વર્તમાન સપ્તાહના આવનારા દિવસોમાં ટ્વીટ્સની સંખ્યા વધવાની શક્યતા છે. તેને જોયા પછી અંદાજો લગાવી શકાય છે કે હવે GDP ગ્રોથ નહીં પરંતુ વધતી બેકારી ભારત માટે સૌથી મોટો પડકાર બનવા જઇ રહ્યો છે. Unemployment Issue India
સેન્ટર ઓફ મહેશ વ્યાસના આંકડા પર નજર કરીએ તો કોવિડ સંકટ પહેલા એટલે 2019-20ના નાણાકિય વર્ષ દરમિયાન ભારતમાં 3.5 કરોડ લોકો બેરોજગારીની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. કોવિડ સંકટે આ સમસ્યાને વધુ મુશ્કેલ બનાવી છે. છેલ્લા એક વર્ષમાં ઘણાં લોકોએ પોતાનો રોજગારી ગુમાવી દીધો છે. જોકે અર્થવ્યવસ્થાના પાટા પર આવ્યા બાદ ઘણાં લોકોને રોજગાર મળ્યા, પરંતુ સરકાર કેટલું પણ છુપાવવાનું પ્રયાસ કરે, તેને સતત ગંભીર થતી સ્થિતિ પર વિચાર કરવું પડશે. Unemployment Issue India
આંકડા દર્શાવે છે કે 2016 પછી એવા લોકોની સંખ્યામાં ઝડપથી ઘટાડો આવ્યો છે, જેમની પાસે નોકરી છે. 2016-17માં તેમની સંખ્યા 40.73 કરોડ હતી. 2017-18માં તેમાં ઘટાડો થતા 40.59 કરોડ પર પહોંચી ગઇ. જ્યારે 2018-19માં ખસકીને 40.09 પર પહોંચી. તેમ છતાંય ભારતની અર્થવ્યવસ્થામાં આ દરમિયાન ધીમી વૃદ્ધિ જોવા મળી. વર્તમાન સમયની વાત કરીએ તો દેશમાં અંદાજે 4.5 કરોડ લોકો એવા છે, જે રોજગાર શોધી રહ્યા છે. જોકે સમસ્યા તેનાથી ઘણી ખરાબ છે. Unemployment Issue India
આ પણ વાંચો: હવે ગુજરાતમાં ખેડૂત આંદોલન, રાકેશ ટિકૈતનો હુંકાર- ચરખો કાંતી કંપનીઓને ભગાડીશું
ભારતની જનસંખ્યા સંબંધિત આંકડાને જોવામાં આવે તો જાણવા મળે છે કે દર વર્ષે બે કરોડ લોકો એવા હોય છે જે 15-59 વર્ષની વર્કિંજ એજ પોપ્યુલેશનમાં સામેલ હોય છે. પરંતુ તમામ લોકો કામ નથી શોધતા. ઘણાં બધા લોકો કામ ના મળતા હારીને ચુપ બેસી જાય છે, જ્યારે મહિલાઓના કિસ્સામાં સામાજીક દબાણ અને કાયદા વ્યવસ્થાની કથળી રહેલી સ્થિતિને જોઇ ઘરે બેસવા મજબૂર થવું પડે છે. જો આ તમામ બજારમાં કામ શોધવા માટે આવી જાય તો બેરોજગારોની સંખ્યામાં ધરખમ વધારો થઇ જશે. આવી સ્થિતિમાં વાર્ષિક 1.5 કરોડ બેરોજગાર લોકોની નવી ફૌઝ ઉભી થઇ જશે.
ઓક્સફર્ડના વિજય જોશી તેમની પુસ્તકમાં લખે છે કે કંપનીઓ વધુ ઉત્પાદન કરવા લાગશે તો GDP વધશે, પરંતુ પોતાના કામ ઝડપથી કરવા માટે તે લેબરને મશીનથી રિપ્લેશ કરશે. તેનાથી ભારતમાં બેરોજગારી વધુ વધશે. 2021-22ના અંદાજપત્રમાં વડાપ્રધાન મોદીના મિનિમમ ગવર્નમેન્ટના સૂત્રથી સમસ્યામાં વધારો થશે. તેનાથી સરકારની રોજગાર ઉત્પાદન કરવામાં ભૂમિકા ઘટી જશે. પોતાના નફામાં વધારો કરવા માટે ખાનગી ક્ષેત્રની કંપનીઓ પહેલાથી જ નોકરીઓમાં કાપ મૂકી રહી છે. Unemployment Issue India