Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ત્રણ કરોડ લોકો બેકાર થયાઃ 9મીથી કોંગ્રેસનું “રોજગાર દો” અભિયાન

ત્રણ કરોડ લોકો બેકાર થયાઃ 9મીથી કોંગ્રેસનું “રોજગાર દો” અભિયાન

0
91
  • રાષ્ટ્રીય યુથ કોંગ્રેસનું 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસથી અભિયાન શરૂ કરશે
  • મોટો સવાલઃ બે કરોડ રોજગાર આપવાનો ભાજપ સરકારનો જુમલો હતો?
  • કેન્દ્રીય સરકારી વિભાગોમાં આશરે 7 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે
  • ભારતીય રેલ્વેમાં  આશરે 2.5 લાખ જગ્યાઓ ખાલી, પણ ભરાતી નથી

અમદાવાદઃ દેશભરમાં બેરોજગારી (Unemployment)એ માઝા મૂકી છે. તેમાં કોરોના મહામારીને કારણે તેમાં બળતામાં ઘી હોમવાનું કામ કર્યું તેમાં દેશભરમાં 3 કરોડ લોકો બેરોજગાર થઇ ગયા છે. હવે ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ (Gujarat Pradesh Youth Congress) તેની સામે 9મીથી અભિયાન શરુ કરવાની જાહેરાત કરી છે.

રાજ્યમાં  કોંગ્રેસ પ્રભારી સીતારામ લાંબા  અને યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થિવરાજ સિંહ કઠવાડિયાએ શનિવારે સંયુક્ત પત્રકાર પરિષદ યોજી હતી. જેમાં તેમણે બેરોજગારીના આંકડાનો પર્દાફાશ કર્યો હતો. તેમણે જણાવ્યું કે,

  1. -સમગ્ર દેશમાં બેરોજગારી દર 8.44 %એ પહોંચી ગયો છે.
  2. -શહેરી બેરોજગારી દર વધી 10.85%એ પહોંચી ગયો છે
  3. -ગ્રામ્ય વિસ્તારમાં 7.32% છે. સમગ્ર દેશમાં33% સ્કીલ્ડ લેબર બેરોજગાર છે.
  4. -શિક્ષીત બેરોજગાર યુવાનોની સંખ્યા પણ કરોડોમાં પહોંચી છે.
  5. -કેન્દ્ર સરકારમાં 7 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. 
  6. -રેલ્વેમાં પણ 2.5 લાખથી વધુ જગ્યાઓ ખાલી છે. 

આ પણ વાંચોઃ ગુજરાતમાં તહેવારોના પ્રતિબંધના અમલની જવાબદારી અધિકારીઓના શિરે

તેમણે આરોપ મૂક્યો કે સરકારમાં લાખો સરકારી જગ્યાઓ ખાલી હોવા છતાં યુવાનોને રોજગાર આપવામાં સરકાર નિરસ અને નિષ્ફળ છે. આંકડા પ્રમાણે સમગ્ર ભારતમાં સૌથી વધુ રોજગાર આપતી સરકાર દ્વારા પૈસા બચાવી અને ઉદ્યોગપતિઓને મદદ કરવાની જે નીતિ છે, તેને સફળ બનાવવા સ્થાયી ભરતીઓને રોકી અથવા તો એડહોક ચલાવી યુવાનોનું શોષણ કરવાનો પ્રયત્ન સરકાર કરી રહી છે.

સરકારની ખોટી અને નબળી આર્થિક નીતિ જવાબદારઃ યુથ કોંગ્રેસ

કોરોનાની મહામારીમાં ત્રણ કરોડ લોકોએ રોજગારી ગુમાવી છે ત્યારે કેન્દ્ર સરકારની નબળી અને ખોટી આર્થિક નિતિઓને કારણે બેરોજગારીનો આંકડો દસ કરોડ સુધી પહોચી શકે તેમ છે. જેથી યુવા કોંગ્રેસે “રોજગાર દો” ના નારા સાથે આવતીકાલ 9 ઓગસ્ટ ક્રાંતિ દિવસ તથા યુથ કોંગ્રેસના સ્થાપના દિન નિમિત્તે અભિયાનનો પ્રારંભ કરવામાં આવશે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ખોટી આર્થિક નીતિઓને કારણે અર્થવ્યવસ્થાની હાલત કથળી છે.

આ પણ વાંચોઃ PM મોદીનાં ડ્રીમ પ્રોજેક્ટ બુલેટ ટ્રેનને લઇ દ. ગુજરાતનાં ખેડૂતોમાં રોષ, જાપાનની કોર્ટમાં લડી લેવાના મૂડમાં

અભિયાનનો મુખ્ય ઉદ્દેશ યુવાનોના મહત્ત્વના પ્રશ્નો માટે રાષ્ટ્રીય પાટનગર દિલ્હીથી જિલ્લા કક્ષા, તાલુકા કક્ષાએ અને ગ્રામ્ય કક્ષા સુધી “રોજગાર દો” ના નારાને બુલંદ કરશે. જેથી વધતી બેરોજગારી મુદ્દે બેખબર કેન્દ્ર સરકારને જગાડી શકાય. રાષ્ટ્રીય યુથ કોંગ્રેસના પ્રભારી ક્રિષ્ના અલાવરુજી અને ભારતીય યુથ કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રીનિવાસ બીવીની આગેવાની હેઠળ 9 ઓગસ્ટથી દેશભરના યુવાનો માટે ‘રોજગાર દો’ અભિયાન શરૂ કરશે.

કેન્દ્રીય સરકારી વિભાગોમાં ગ્રુપ A-B-Cમાં 7,10,000જગ્યા ખાલી

તેમણે વધુમાં કહ્યું કે, કેન્દ્રીય સરકારી વિભાગોમાં લગભગ ગ્રુપ-એ માં 20,000 ગ્રુપ-બી માં 90,000અને ગ્રુપ-સી માં 6,00,000 જગ્યાઓ ખાલી છે. યુ.પી.એસ.સી. દ્વારા લેવામાં આવતી સીવીલ સર્વિસ, રેલ્વે, બેંકો જેવી સરકારી પદોની પરીક્ષાઓ પણ પદની સંખ્યા ઘટાડી દેવામાં આવી છે, ભરતીઓ ઓછી કરવામાં આવે છે અથવા કાયદાકીય દાવપેચોમાં ફસાવી દેવામાં આવે છે. 1600 કરોડની બચત કરવા માટે 27000 ભારતીય સેનાના જવાનો ઘટાડવામાં આવી રહ્યા છે અને મીલેટ્રી એન્જીનીયરીંગ સર્વીસીસની9300 જગ્યાને પણ કોરોનાના સમયમાં ખતમ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચોઃ ચિરિપાલ ગ્રુપની નંદન એક્ઝિમમાં ફરી ભીષણ આગ, એક ફાયર જવાન ઇજાગ્રસ્ત

38,402 જગ્યાઓ અટવાઇ

યુથ કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પાર્થીવરાજસિંહે જણાવ્યું હતું કે,

“ગુજરાત સરકાર દ્વારા ભરતી પ્રક્રિયા શરૂ કરેલ હોવા છતાં પણ38,402 સરકારી જગ્યામાં ક્યાંક નિમણુંક પત્ર આપવાનો બાકી છે. ક્યાંક પરિણામ જાહેર કરવાનો બાકી છે. ક્યાંક ફોર્મ ભરાઈ ગયા છે, પણ પરીક્ષા લેવાતી નથી.તેવી જગ્યાઓમાં પણ યુવાનોને રોજગારી આપીને ન્યાય આપવાનું કામ સરકાર દ્વારા કરવામાં આવતુ નથી. ગત 5 ઓગસ્ટ, 2020ના દિવસે વીડિયો કોન્ફરન્સ દ્વારા મીટીંગનું આયોજન કરેલ હતુ જેમાં યુવા કોંગ્રેસની રાજ્ય કક્ષાએ સભ્ય નોંધણી ઝુંબેશની પણ જાહેરાત કરવામાં આવી હતી. અને આગામી પેટા ચૂંટણીમાં પણ યુવા કોંગ્રેસની જવાબદારી બુથ લેવલે પક્ષને મજબુત કરવાની રહેશે અને આગામી પેટા ચૂંટણીમાં કોંગ્રેસના ગદ્દારોને હરાવી કોંગ્રેસના ઉમેદવારોને જીતાડવાની હાંકલ કરવામાં આવી.”