Gujarat Exclusive > દેશ-વિદેશ > અંડરવર્લડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને પત્ની કોરોનાનો શિકાર

અંડરવર્લડ ડોન દાઉદ ઇબ્રાહિમ અને પત્ની કોરોનાનો શિકાર

0
1461

દુનિયાના કુખ્યાત અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમ ને કોરોના થઈ ગયો છે. આ ઘટના બાદ દાઉદના ગાર્ડ એન બીજા સ્ટાફને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા છે. દાઉદની પત્ની મહજબીનની પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવી છે. દાઉદ અને તેની પત્નીને કરાચીની એક મિલિટ્રી હોસ્પિટલમાં દાખલ કરાવવામાં આવ્યો છે.

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના કરાચીમાં સતત કોરોનાના કેસ વધી રહ્યા છે. જો કે, પાકિસ્તાન તરફથી આ વાતને સતત નકારવામાં આવી રહી છે. ટોપ સૂત્રો મુજબ આ સમાચાર સંપૂર્ણપણે સાચી છે અને દાઉદ અને તેની પત્નીને સારવાર હેઠળ લઈ જવામાં આવ્યા છે.

જણાવી દઈએ કે, પાકિસ્તાનમાં ઘણા સમયથી દાઉદ ઈબ્રાહિમ પોતાના પરિવારની સાથે છુપાઈને રહે છે. ભારતે ઘણી વખત આ વાતના મજબૂત પુરાવા પણ આપ્યા છે કે દાઉદ પાકિસ્તાનમાં છે, તેમ છતાંય પાકિસ્તાન આ વાત સ્વીકારવા તૈયાર જ નથી.

મળતી માહિતી મુજબ, કોરોના વાયરસે દાઉદ ઇબ્રાહિમના ઘરે દસ્તક દીધી છે. દાઉદ અને તેની પત્ની મહજબીનમાં કોરોનાના લક્ષણ જોવા મળ્યા છે. દાઉદ અબ્રાહિમ અને પત્ની મહજબીનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે અને તેમના ઘરમાં કામ કરતા તમામ કર્મચારીઓને ક્વોરન્ટાઇન કરી દેવામાં આવ્યા છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

#Column: સરકાર અસવાર અને અધિકારીઓ ઘોડા, અત્યારે ખોટા અસવાર ઘોડા પર બેઠા છે અને ઘોડાઓ થોડા સમયમાં તેમને પાડશે