Gujarat Exclusive > CRIME > ઠગે એસબીઆઈ કેવાયસી અપડેટના બહાને યુવકના પડાવેલા રૂ. 1.60 લાખ પોલીસે રિફંડ કરાવ્યા

ઠગે એસબીઆઈ કેવાયસી અપડેટના બહાને યુવકના પડાવેલા રૂ. 1.60 લાખ પોલીસે રિફંડ કરાવ્યા

0
1

સાયબર ક્રાઇમ ના ગુનાઓ ખૂબ વધી રહ્યા છે..કોઈ પણ વ્યક્તિ ને. બેન્ક એકાઉન્ટ ના નામે ફોન કરી અથવાતો મેસેજ કરી પૈસા પડાવી લેવાય છે તેવી જ ઘટના સુરત માં સામે આવી છે. ઠગે એસબીઆઈ કેવાયસી અપડેટના બહાને યુવકના પડાવેલા રૂ. 1.60 લાખ પોલીસે રિફંડ કરાવ્યા.. એસબીઆઈ બેંકમાં લીંક મોકલી કેવાયસી અપડેટ કરવાના બહાને ઓન લાઇન છેતરપિંડીનો ભોગ બનેલા હિતેશભાઈને સાયબર ક્રાઈમ પોલીસે 1.60 લાખ રૂપિયા રીફંડ કરાવ્યા હતા.

હિતેશભાઈ કુકડીયાને ગત 11 ફેબ્રુઆરીએ અજાણ્યા નંબર ઉપરથી ફોનમાં કેવાયસી અપડેટ માટે એક મેસેજ આવ્યો હતો અને તે માટે આવેલી લીંક તેમને ઓપન કરતા એસબીઆઈ બેંકનું પેજ ઓપન થયું હતું. તેમને યુઝરનેમ તથા પાસવર્ડ નાખતા ઓટીપી જનરેટ કરવા જણાવ્યું હતું. હિતેશે ઓટીપી નાખતા તુરંત જ તેમના બેંક એકાઉન્ટમાંથી 1.84 લાથ ડેબીટ થયા હતા. જેથી હિતેશભાઈએ તત્કાલીક સાયબર ક્રાઇમ પોલીસને જાણ કરી હતી. ટ્રાન્ઝેક્શનની વિગત ચેક કરતા ફ્લીપકાર્ટમાં ટ્રાન્ઝેક્શન થયા હોવાનું જણાઇ આવ્યું હતું. ફ્લીપકાર્ટ કંપનીના નોડલ ઓફિસરને નોટિસ પાઠવી હતી. જેનો રિપ્લાય આવતા કુલ 1.60 લાખ રૂપિયા રીફંડ કરવામાં આવ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat