આજે ફરી ગરમીએ માથું ઊંચકતા પારો 42 ડિગ્રીને આંબી ગયો છે. બે દિવસ થોડી રાહત મળતા શહેરીજનોએ હાશનો અનુભવ કર્યો હતો. પરંતુ આજે ફરી ગરમી વધી રહી છે.
Advertisement
Advertisement
પાટણમાં આજે 42.7 ડિગ્રી સાથે રાજયમાં સૌથી વધુ તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં ગરમીનો પારો 42 ડિગ્રીએ સ્પર્શ્યો હતો. જૂન મહિના સુધી આ સ્થિતિ રહેવાની વકી છે. હમણાં ભેજનું પ્રમાણ પણ 60 ટકાની આસપાસ રહે છે જ્યારે સાંજના સમયે 25 ટકાની આસપાસ રહે છે. પાટનગર ગાંધીનગરમાં પણ 41.5 ડિગ્રી તાપમાન રહેવા પામ્યું હતું. આમ આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું અને ગરમ રહેશે. સૌરાષ્ટ્રના રાજકોટનું તાપમાન 41 અમરેલી 41.4, જુનાગઢ 41.2, વડોદરા 40.2, ભાવનગર 37.8, સુરત 36.4, ડીસા 40.8 અને ભુજ 40.1 રહ્યું હતું.
આગામી બે દિવસમાં તાપમાન વધવાી શક્યતા છે.
Advertisement