Advertisement
Advertisement
CM ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને સ્ટ્રોક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના પુત્ર અનુજની તબિયત લથડતા તેમને સારવાર માટે વૈષ્ણોદેવી સર્કલ નજીક આવેલી કેડી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. સમાચાર મળતા જ મુખ્યમંત્રી પણ હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર સીએમ ભૂપેન્દ્ર પટેલના પુત્ર અનુજ પટેલને સ્ટ્રોક આવતા તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયા છે.
40 વર્ષીય અનુજ પટેલને ન્સયૂરોર્જરી માટે લઇ જવાયા હતા. હાલમાં તેમની તબિયત સ્થિર છે.
અહીં નિષ્ણાત તબીબો દ્વારા તેમની સારવાર કરાઈ રહી છે. જો કે મોડી રાતે મળતી માહિતી મુજબ સઘન સારવારના પગલે અનુજ પટેલની તબિયત સુધારા પર છે.
Advertisement