Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > સિદ્ધપુરના ઉમરુ ગામે શિતલછાયા ટ્રસ્ટને 10 કરોડનું દાન આપવાને બહાને છેતરપિંડી કરી

સિદ્ધપુરના ઉમરુ ગામે શિતલછાયા ટ્રસ્ટને 10 કરોડનું દાન આપવાને બહાને છેતરપિંડી કરી

0
2

સિદ્ધપુરના ઉમરુ ગામે કાર્યરત શિતલછાયા ટ્રસ્ટ સાથે રૂપિયા 1 કરોડ 76 લાખ 35 હજાર 088ની છેતરપિંડીની ઘટના સામે આવી છે. ટ્રસ્ટના ટ્રસ્ટ્રીને લોટરીની લાલચ આપી વિશ્વાસમાં લઇને અજાણ્યા શખ્સોએ ટ્રસ્ટ 10 કરોડનું દાન આપવાના બહાને 1 કરોડ 76ની છેતરપિંડી આચર્યાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

સિદ્ધપુરનાના ઉમરુ ગામે કાર્યરત શિતલછાયા ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી તરીકે જૂન 2019થી ડીસેમ્બર 2021 સુધી ફરજ બજાવતા અને ટ્રસ્ટમાંથી રાજીનામું આપીને નિવૃત્ત થયેલા સંન્યાસી 64 વર્ષીય ફાધર હેરાલ્ડ પિન્ટોએ કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

મુળ કર્ણાટકાના મેંગલોરના રહેવાસી અને હાલ ઉમરુ ગામે રહેતા ફાધર હેરાલ્ડ પિન્ટોની ફરિયાદ મુજબ, તેમનાં 20 વર્ષથી ઉપયોગમાં લેવાતા ઇમેલ-આઇડી પર તા. 18-5-2021નાં રોજ એક ઇમેલ આવ્યો હતો. જેમાં લખેલુ હતું કે, Congratulatuons From Commollys Family You have wom ડોલર 1000000.00 million poince ઉપરાંત ફ્રાંસેસ કનોલી 114969 બ્રિટિશ પાઉન્ડની બ્રિટિશ જેકપોટ લોટરી જીત્યા છે અને તેઓ 50 ટકા હિસ્સો જરુરીયાતમંદ લોકોને ખોરાક અને દવાઓ પાછળ વાપરવા માંગે છે. જો તમે દાન લેવા માંગતા હોવ તો પોતાનું નામ મોબાઇલ નંબર અને સરનામું મોકલી આપવા જણાવ્યું હતું.

આ ઇમેલ આવતાં ફાધરે તા. 19-5- 2021નાં રોજ ઇમેલથી સરનામું મોકલી આપ્યા બાદ તા. 20-6-21નાં રોજ સામેથી ઈમેલ મારફત તેમનાં ખાતાની માહિતી માંગતાં તે પણ મોકલી હતી, તે પછી તેમનાં ખાતામાં એક મિલીયન પાઉન્ડ જમા થયા હતા.

ત્યારબાદ ફાધરે આ પેમેન્ટ શિતળ છાયા ચેરીટેબલ ટ્રસ્ટમાં જમા કરાવવા માટે કહેતાં સામેથી તેમને પેમેન્ટ ગેટ-વેનાં 1210 પાઉન્ડ થશે. તેમ કહેતાં પાદરી (ફાધરે) ટ્રસ્ટનાં ખાતા અને સગા સંબંધીઓ પાસેથી અલગ અલગ બેંકોમાંથી રૂપિયા 1 કરોડ 76 લાખ 35 હજાર 088ની રકમ જમા કરાવી હતી.

જે રકમ આજદિન સુધી પરત ન મળતાં તેઓએ કાકોશી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા શખ્સો સામે આઇ.પી.સી. 407,420,34,120 (બી) મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

 Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat