લખનઉં: ઉમેશ પાલ હત્યાકાંડને લઇને પ્રયાગરાજ પોલીસની એક ટીમે માફિયા અતીક અહેમદના લખનઉં સ્થિત ઘરે રેડ કરી હતી. પ્રયાગરાજમાં ઘટના પછી શૂટરોના આ એપાર્ટમેન્ટમાં રોકાવાની વાત સામે આવી હતી. પોલીસે આ દરમિયાન પાર્કિંગમાં ઉભી રહેલી અતીકની લક્ઝરી ગાડી કબજામાં લઇ લીધી છે. બીજી તરફ પ્રયાગરાજમાં ગેન્ગસ્ટર અતીક અહેમદના નજીકના અને ઉમેશ પાલ હત્યાકાંડમાં આરોપીની સંપત્તિ પર બુલડોઝર ફેરવ્યું હતું.
Advertisement
Advertisement
અસદ અહેમદની તપાસમાં પહોચી હતી પોલીસ
પ્રયાગરાજમાં ઉમેશ પાલની હત્યાના મુખ્ય આરોપી અતીક અહેમદના પુત્ર અસદ અહેમદને બનાવવામાં આવ્યો છે. અસદની તપાસમાં અતીકના ઘરે તપાસ કરવામાં આવી હતી. પોલીસ તેના લખનઉંના યૂનિવર્સલ એપાર્ટમેન્ટમાં ઘરે પહોચી હતી અને માફિયા ડૉનના ફ્લેટમાં તાળુ લાગેલુ હતું. અહીથી લક્ઝરી ગાડી લેન્ડ ક્રૂઝર અને મર્સિડીઝને કબજામાં લીધી હતી.
રેડ દરમિયાન ફ્લેટની તપાસ કરવામાં આવી હતી અને એપાર્ટમેન્ટમાં લાગેલા સીસીટીવી કેમેરાને ચેક કરવામાં આવતા કોઇ મળ્યુ નહતુ. પરિસરમાં પોલીસે એક લેન્ડ ક્રૂઝર અને મર્સિડીઝ કાર જપ્ત કરી છે. પ્રયાગરાજ પોલીસે બન્ને કારને કબજામાં લઇને લખનઉં પોલીસના હવાલે કરી હતી. પ્રયાગરાજ પોલીસના ઇનપુટ પર લખનઉં પોલીસે પણ આરોપીની તપાસ શરૂ કરી છે.
Uttar Pradesh | Prayagraj police & STF personnel raided the residential premises of gangster Atiq Ahmed Ansari in Universal apartments, Lucknow. Two cars have been seized & flat has been sealed. pic.twitter.com/eDoU2rIBCP
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 1, 2023
આરોપીના ઘરે બુલડોઝર ચાલ્યુ
રાજૂ પાલ હત્યાકાંડના મુખ્ય સાક્ષી ઉમેશ પાલ અને તેના ગનર સંદીપ નિષાદની હત્યા કેસમાં
પ્રયાગરાજ ડેવલપમેન્ટ ઓથોરિટીએ કાર્યવાહી કરી છે. ધૂમનગંજ પોલીસ સ્ટેશનમાં હત્યાકાંડના આરોપીની ગેરકાયદેસર સંપત્તિ પર બુલડોઝર ચલાવવામાં આવ્યુ હતુ. આરોપી હત્યાકાંડને અંજામ આપ્યા બાદ અહી છુપાયેલા હતા.
Umesh Pal murder case | Uttar Pradesh: Bulldozer brought to demolish properties of accused, in Prayagraj, in the case who are also close aides of gangster Atique Ahmed. pic.twitter.com/4lRxWz7M8F
— ANI UP/Uttarakhand (@ANINewsUP) March 1, 2023
બીજી તરફ સમાચાર છે કે હત્યાકાંડનો મુખ્ય આરોપી અને અતીક અહેમદનો ફરાર પુત્ર અસદ અહેમદ સરેન્ડરની ફિરાકમાં હતો. તે કૌશાંબી કોર્ટમાં સરેન્ડર કરી શકે છે.
Advertisement