Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉમા ભારતી કોરોના પોઝિટિવ થઈ કે બાબરીના ચુકાદાનો ડર લાગ્યો

ઉમા ભારતી કોરોના પોઝિટિવ થઈ કે બાબરીના ચુકાદાનો ડર લાગ્યો

0
110

નવી દિલ્હીઃ મધ્યપ્રદેશની ભૂતપૂર્વ મુખ્યપ્રધાન ઉમા ભારતી કોરોનાની (uma bharti-corona)ઝપેટમાં આવી ગઈ છે. હાલમાં તે ઉત્તરાખંડના પ્રવાસ પર છે. કોરોના પોઝિટિવ (uma bharti-corona)હોવાની જાણકારી ઉમા ભારતીએ પોતે ટવીટ કરી આપી હતી.

રિપોરટ પોઝિટિવ આવ્યા પછી ઉમા ભારતીએ પોતાને ઋષિકેશ અને હરિદ્વાર વચ્ચેના વંદે માતરમ કુંજમાં પોતાને ક્વોરેન્ટાઇન કર્યા છે. ઉમા ભારતીયે છેલ્લા કેટલાક દિવસોમાં કેદારનાથના દર્શન કરતો વિડીયો પણ મૂક્યો હતો.

આ અંગે એવી અટકળો પણ સેવવામાં આવી રહી છે કે 30મી સપ્ટેમ્બરે બાબરી ધ્વંસ અંગે ચુકાદો આવવાનો છે ત્યારે પાણી પહેલા જ પાળ બાંધતા હોય તેમ ઉમા ભારતીએ પોતાને કોરોના પોઝિટિવ જાહેર કરી દીધી છે. તેથી જો આ કેસમાં તેમને દોષિત ઠેરવાય તો પણ આ સંજોગોમાં તેમની ધરપકડ ન થઈ શકે.

સલામતીના બધા નિયમોનું પાલન કર્યા છતાં કોરોના થયો

ઉમા ભારતીએ (uma bharti-corona)ટવીટ કરી જણાવ્યું હતું કે હું આજે મારી પહાડી વિસ્તારોનો પ્રવાસ કરીને અંતિમ દિવસે વહીવટીતંત્રને આગ્રહ કરી કોરોના ટેસ્ટની ટીમને બોલાવી, કેમકે મને ત્રણ દિવસથી હળવો તાવ હતો. મેં હિમાલયમાં પણ કોરોના અંગેના બધા નિયમોનું પાલન કર્યુ હોવા છતાં પણ હું કોરોના પોઝિટિવ નીકળી છું.

આ પણ વાંચોઃ Corona Case In India: એક જ દિવસમાં 88,600 નવા કેસ, વધુ 1124ના મોત

તેમણે આગળ જણાવ્યું હતું કે હું આજે હરિદ્વાર અને ઋષિકેશની વચ્ચે વંદે માતરમ કુંજમાં ક્વોરેન્ટાઇન છું, જે મારા પરિવાર જેવુ છે. ચાર દિવસ પછી ફરીથી પરીક્ષણ કરાવીશ અને પરિસ્થિતિ આવી રહી તો ડોક્ટરોની સલાહ મુજબ નિર્ણય લઈશ. આ સિવાય મારી વિનંતી છે કે જે પણ મારા સંપર્કમાં આવેલા છે તેઓ બધા પોતાનો કોરોના (uma bharti-corona) ટેસ્ટ કરાવે અથવા સાવધાની દાખવે.

ઉત્તરાખંડના શિક્ષણપ્રધાનની જોડે રહેવાથી થયો કોરોના

આ પહેલા 23 સપ્ટેમ્બરે ઉમા ભારતીએ (uma bharti-corona)ટવીટ કરી જાણકારી આપી હતી કે કેદારનાથમાં તેમની સાથે રહેલા ઉત્તરાખંડના શિક્ષણ પ્રધાન કોરોના પોઝિટિવ જોવાયા છે. તેમણે જણાવ્યું હતું કે કેદારનાથ બાબાના દર્શન કરીને કાલે જ્યારે હું રુદ્રપ્રયાગમાં પહોંચી તો સાંજે ખબર મળ્યા કે મારી સાથે કેદારનાથમાં રહેલા ઉત્તરાખંડના શિક્ષણપ્રધાન ધનસિંહ રાવત કોરોના પોઝિટિવ થયા છે. તેઓ કેદારનાથ યાત્રામાં મારી જોડે હતા.

આ પણ વાંચોઃ વૅક્સીન આવવા સુધી કોરોનાથી 20 લાખ લોકો ગુમાવશે જીવ: WHO

તેમણે જણાવ્યું હતું કે તેના પગલે મેં તરત જ તપાસ ટુકડીને બોલાવીને મારી સાથે મારી જોડે કેદારનાથ ગયેલા બધાની ચકાસણી કરાવી. તે સમયે મારા અને બધાના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા, પરંતુ પછી મને તાવ આવ્યા બાદ ચકાસણી કરાતા હું કોરોના પોઝિટિવ થઈ હતી.