Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > વિદ્યાર્થીઓને મોટી રાહત, UGCએ એકસાથે બે ડિગ્રી કોર્સ કરવાના પ્રસ્તાવને આપી મંજૂરી

વિદ્યાર્થીઓને મોટી રાહત, UGCએ એકસાથે બે ડિગ્રી કોર્સ કરવાના પ્રસ્તાવને આપી મંજૂરી

0
1047

નવી દિલ્હી: જે વિદ્યાર્થીઓ એક સાથે બે ડિગ્રી કોર્સ કરવા માંગે છે, તેમના માટે ખુશખબર છે. હવે આવું કરવું શક્ય થઈ જશે. હકીકતમાં યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન (UGC)એ આ માટેના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. આ અંગે અધિકારીઓએ જણાવ્યું કે, જો કે બે ડિગ્રીઓને વિદ્યાર્થીઓએ અલગ-અલગ માધ્યમોથી પ્રાપ્ત કરવાની રહેશે. જેમાં એક રેગ્યુલર માધ્યમથી અને બીજી ડિસ્ટન્સિ લર્નિગ મારફતે પ્રાપ્ત કરી શકાય છે.

એક જ ફેકલ્ટીમાં પણ લઈ શકાશે ડિગ્રી
આ અંગે UGCના સચિવ રજનીશ જૈને જણાવ્યું કે, તાજેતરમાં જ આયોગની બેઠકમાં આ બાબતના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી છે. જેમાં ભારતમાં વિદ્યાર્થીઓને એકસાથે બે ડિગ્રી મેળવવાનો માર્ગ મોકળો બની ગયો છે. તેમણે વધુમાં જણાવ્યું કે, વિદ્યાર્થીઓને એક જ સમયે બે ડિગ્રી એક જ ફેકલ્ટીમાં અથવા અલગ-અલગ ફેકલ્ટીમાં કરવાની સુવિધા મળશે.

એક રેગ્યુલર, તો બીજો ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિગ કોર્સ હશે
જૈને જણાવ્યું કે, આ બન્ને ડિગ્રીઓમાંથી એક કોર્સ રેગ્યુલર તરીકે અને બીજો ઓનલાઈન ડિસ્ટન્સ લર્નિંગના માધ્યમથી પૂર્વ કરવાનો રહેશે. આ સંદર્ભે નોટિફિકેશન જલ્દી જાહેર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, UGCએ ગત વર્ષે ઉપાધ્યક્ષ ભૂષણ પટવર્ધનના નેતૃત્વમાં એક સમિતીની રચના કરી હતી. જેણે એક જ યુનિવર્સિટી અથવા અલગ-અલગ યુનિવર્સિટી દ્વારા ડિસ્ટન્સ લર્નિંગ ઓનલાઈન માધ્યમથી બે ડિગ્રીઓ એક સાથે પ્રાપ્ત કરવાના પ્રસ્તાવ પર વિચાર કરવાનો હતો.

જણાવી દઈએ કે, UGCએ અગાઉ વર્ષ-2012માં પણ એક સમિતીની રચના કરીને તેને આ વિષય પર વિચાર કરવા માટે જણાવ્યું હતું. એ સમિતીએ આ વિષય પર વ્યાપક વાટાઘાટો કરી હતી, પરંતુ આ પ્રસ્તાવ આગળ વધી શક્યો નહતો.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ડૉમેસ્ટિક ફ્લાઈટો માટે સરકારે 3 મહિના સુધી રેટ ફિક્સ કર્યા, ગાઈડલાઈન પણ જાહેર