Gujarat Exclusive > આપણી જરૂરિયાત > સ્વાસ્થ્ય-શિક્ષા > શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિય ભેદભાવો પર UGC સખ્ત

શૈક્ષણિક સંસ્થાઓમાં જાતિય ભેદભાવો પર UGC સખ્ત

0
379

ઉચ્ચ શિક્ષણ સંસ્થાનો હવે જાતિય ભેદભાવની ઘટનાઓ પર ચૂપકીદી સાધીને બેસી નહી શકે. સંસ્થાઓએ આવી ઘટનાઓને અટકાવવા માટે આકરા પગલા ભરવા પડશે. UGCએ દેશભારની ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આવી ઘટનાઓ પર નજર રાખવા માટે એક અલાયદી વ્યવસ્થા તૈયાર કરવા જણાવ્યું છે. આ સાથે જ ત્રીસ દિવસની અંદર ભરવામાં આવેલા પગલાની જાણકારી માંગી છે. જેમાં છેલ્લા વર્ષોમાં જાતિય ભેદભાવને લઈને કરવામાં આવેલી ફરિયાદો સામે લેવામાં આવેલા પગલાઓનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

UGCના આ પગલાને એટલા માટે મહત્વનું માનવામાં આવી રહ્યું છે, કારણ કે ગત વર્ષોમાં રોહિત વેમુલા (Rohith Vemula) જેવી ઘટનાઓને પરિણામે જે વિવાદ ઉભો થયો હતો, તેને જોતા સાવચેતી રાખી શકાય. યુજીસીના સચિવ પ્રોફેસર રજનીશ જૈનએ ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓને આપેલા પોતાના આદેશમાં આવી ઘટનાઓને અટકાવવા માટે તમામ સંસ્થાઓએ એક કમિટીનું ગઠન કરવા જણાવવામાં આવ્યું છે.

આ સાથે જ તેની જાણકારી UGCને પણ શેર કરવા જણાવ્યું છે. UGCએ યુનિવર્સિટી અને બીજી અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં SC, ST અને OBC વિદ્યાર્થીઓ માટે ઓનલાઈન ફરિયાદ દાખલ કરવાની વ્યવસ્થા તૈયાર કરવાનો આદેશ આપ્યો છે. જે અંતર્ગત સંસ્થાની વેબસાઈટ પર પણ ફરિયાદ માટે એક વિશેષ પેજ તૈયાર કરવા જણાવાયું છે.