Gujarat Exclusive > દેશ-વિદેશ > CM ઉદ્ધવ ઠાકરેનાં પત્ની બન્યાં શિવસેનાનાં મુખપત્ર સામનાનાં સંપાદક

CM ઉદ્ધવ ઠાકરેનાં પત્ની બન્યાં શિવસેનાનાં મુખપત્ર સામનાનાં સંપાદક

0
290

મુંબઇઃ શિવસેનાનાં મુખપત્ર ‘સામના’ને અંદાજે ત્રણ મહીનાની રાહ જોયા બાદ આખરે પોતાનો સંપાદક મળી ગયો. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેની પત્ની રશ્મિ ઉદ્ધવ ઠાકરે હવે પાર્ટીનાં મુખપત્ર સામનાની નવી સંપાદક હશે. મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી પદની શપથ લેતા પહેલા ઉદ્ધવ ઠાકરેએ સામના સંપાદક પદેથી રાજીનામું આપી દીધું હતું. જ્યાર બાદથી સતત આ પદ ખાલી જ હતું.

1 માર્ચનાં સંસ્કરણમાં સામાન્ય રીતે રશ્મિ ઉદ્ધવ ઠાકરેનું જ નામ આપવામાં આવ્યું છે. સંજય રાઉત સામનાનાં કાર્યકારી સંપાદક તરીકે કાર્યરત રહેશે. તમને જણાવી દઇએ કે સામના શિવસેનાનું મુખપત્ર છે. જે બે ભાષાઓ હિંદી અને મરાઠીમાં પ્રકાશિત થાય છે. સામનાની સ્થાપના 23 જાન્યુઆરી 1988નાં રોજ શિવસેના સંસ્થાપક બાલ ઠાકરેએ કરી હતી અને પોતાનાં મૃત્યુકાળ સુધી તેનાં સંપાદક બની રહ્યાં. બાલ ઠાકરે બાદ ઉદ્ધવ ઠાકરેએ સામનાનાં સંપાદકનું કાર્યભાર સંભાળ્યો હતો.

29 નવેમ્બર 2019નાં રોજ મુખ્યમંત્રી બનવા પર ઉદ્ધવ ઠાકરેએ સામનાનાં સંપાદક પદેથી રાજીનામું આપી દીધું હતું. ત્યાર બાદથી આ પદ ખાલી જ રહ્યું હતું. હવે રશ્મિ સંપાદક બની છે. આવું પ્રથમ વાર બનશે કે જ્યારે સામનાનાં સંપાદક તરીકે કોઇ મહિલા કાર્યકાર સંભાળશે. સામનાનું હિંદી સંસ્કરણ ‘દોપહર કા સામના’ નામથી પ્રકાશિત થાય છે.

અમેરિકાની રેલીમાં ઓછી ભીડ જોઈ ભડક્યા ટ્રમ્પ, કહ્યું- ‘અમદાવાદમાં 1 લાખ ભેગા થયા હતા‘