Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉદ્ધવ ઠાકરેનો NCB પર કટાક્ષ, ‘અમારી પોલીસે હીરોઇન નહી હેરોઇન પકડી, માટે પબ્લિસિટી ના મળી’

ઉદ્ધવ ઠાકરેનો NCB પર કટાક્ષ, ‘અમારી પોલીસે હીરોઇન નહી હેરોઇન પકડી, માટે પબ્લિસિટી ના મળી’

0
58

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ફરી એક વખત એનસીબી પર નિશાન સાધ્યુ છે. ઉદ્ધવ ઠાકરેએ એનસીબી પર કટાક્ષ કરતા કહ્યુ કે મહારાષ્ટ્ર પોલીસે હીરોઇન (અભિનેત્રી) નહી હેરોઇન (ડ્રગ્સ) પકડ્યુ, માટે તેને પબ્લિસિટી નથી મળી. મહારાષ્ટ્ર પોલીસે તાજેતરમાં 25 કરોડ રૂપિયાની ડ્રગ્સ પકડી છે.

ઉદ્ધવ ઠાકરેનું આ નિવેદન મુંબઇ પૂણે અને નાગપુર ફોરેન્સિક લેબના ઉદ્દઘાટન પ્રસંગે આપવામાં આવ્યુ હતુ. ઉદ્ધવનું આ નિવેદન તે સમયે આવ્યુ છે જ્યારે બોલિવૂડ સ્ટાર શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સાથે જોડાયેલા ડ્રગ્સ કેસમાં એક્ટ્રેસ અનન્યા પાંડેની પણ પૂછપરછ કરવામાં આવી છે.

પોતાના નિવેદનમાં ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, આ દિવસોમાં માત્ર એક જ વાત થઇ રહી છે ડ્રગ્સ,ડ્રગ્સ અને ડ્રગ્સ. દશેરાની રેલી દરમિયાન પણ મે કહ્યુ હતુ કે એવી તસવીર બનાવવામાં આવી રહી છે કે આખી દુનિયાની ડ્રગ્સની માંગ મહારાષ્ટ્રમાં છે અને તેને માત્ર એક વિશેષ ટીમ (એનસીબી) પકડી શકે છે પરંતુ એવુ નથી.

અમારી મહારાષ્ટ્ર પોલીસે પકડ્યુ ડ્રગ્સ

ઉદ્ધવ ઠાકરેએ કહ્યુ, અમારી મુંબઇ, મહારાષ્ટ્ર પોલીસે ચાર દિવસ પહેલા 25 કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડ્યુ હતુ, તેમણે હીરોઇન નહી હેરોઇન પકડ્યુ છે. માટે તેમણે પબ્લિસિટી નથી મળી પરંતુ તેમણે અમને ગર્વનો અનુભવ કરાવ્યો છે. અહી સુધી કે તેમનું નામ પણ કોઇ જાણતુ નથી.

આ પણ વાંચો: કોરોના વેક્સીનનો બીજો ડોઝ આપવામાં આળશ, કેન્દ્રએ રાજ્યોને લગાવી ફટકાર

ઉદ્ધવ ઠાકરેએ દિલીપ વાલસે પાટિલને કહ્યુ, આપણે તેમનું સમ્માન કરવુ જોઇએ. મહારાષ્ટ્ર પોલીસ દળ મજબૂત, કુશળ છે અને આપણે ગુનેગારો પ્રત્યે કોઇ નરમી બતાવતા નથી અને તેમની સામે કડકાઇથી લડીયે છીએ. આ પ્રતિષ્ઠાને કેટલાક લોકો દ્વારા જાણી જોઇને બદનામ કરવામાં આવી રહી છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat