Gujarat Exclusive > રાજનીતિ > ઉદ્ધવ ઠાકરેની તબિયત ઠીક ન થાય ત્યાં સુધી મુખ્ય પ્રધાન પદ કોઈ અન્યને સોંપવું જોઈએ: ચંદ્રકાંત પાટીલ

ઉદ્ધવ ઠાકરેની તબિયત ઠીક ન થાય ત્યાં સુધી મુખ્ય પ્રધાન પદ કોઈ અન્યને સોંપવું જોઈએ: ચંદ્રકાંત પાટીલ

0
2

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની તબિયતને લઈને રાજકારણ ગરમાયું છે અને મહારાષ્ટ્ર બીજેપી અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જ્યાં સુધી તેમની તબિયત ઠીક ન થાય ત્યાં સુધી મુખ્ય પ્રધાન પદ કોઈ અન્યને સોંપવું જોઈએ. મહારાષ્ટ્ર ભાજપના અધ્યક્ષ ચંદ્રકાંત પાટીલે કહ્યું કે મુખ્યમંત્રીની ગેરહાજરીમાં વિધાનસભાની કાર્યવાહી ચલાવવી યોગ્ય નથી. ઉદ્ધવ ઠાકરેએ જ્યાં સુધી તબિયત ઠીક ન થાય ત્યાં સુધી મુખ્યમંત્રી પદ અન્ય કોઈને સોંપવું જોઈએ અને તેનો આગ્રહ ન રાખવો જોઈએ.

ચંદ્રકાન્ત પાટીલે કહ્યું કે બિમારીના કારણે ઉદ્ધવ ઠાકરે ખુરશી છોડી શકે છે અને મહારાષ્ટ્રને નવા મુખ્યમંત્રી મળી શકે છે. તેમણે કહ્યું કે રશ્મિ ઠાકરે (ઉદ્ધવ ઠાકરેની પત્ની) અથવા આદિત્ય ઠાકરે આગામી સીએમ બની શકે છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ તાજેતરમાં સર્વાઇકલ સ્પાઇન સર્જરી કરાવી હતી, જેના કારણે તેઓ હાલમાં ઘરેથી કામ કરી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે લાંબા સમયથી ગરદનના દુખાવાથી પરેશાન હતા, જેના કારણે તેઓ ઘણી મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. 61 વર્ષીય ઉદ્ધવ ઠાકરેને 10 નવેમ્બરના રોજ ગરદનમાં દુખાવો થતાં અને 12 નવેમ્બરે સર્વાઇકલ સ્પાઇન સર્જરી થયા બાદ ડૉક્ટરોની સલાહ પર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ચંદ્રકાન્ત પાટીલના દાવા પર મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેના પુત્ર આદિત્ય ઠાકરેનું નિવેદન આવ્યું છે અને તેમણે ભાજપના નેતાના દાવાને ફગાવી દીધો છે. આ સાથે આદિત્યએ કહ્યું કે સીએમ ઉદ્ધવ ઠાકરેની તબિયત બિલકુલ ઠીક છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat

(તસવીર પ્રતિકાત્મક છે)