Gujarat Exclusive > દેશ-વિદેશ > ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘અચાનક લોકડાઉન લગાવવુ ખોટુ, હવાઇ સેવા શરૂ કરવા થોડો સમય જોઇએ’

ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘અચાનક લોકડાઉન લગાવવુ ખોટુ, હવાઇ સેવા શરૂ કરવા થોડો સમય જોઇએ’

0
839

મુંબઇ: મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું કે અચાનક લૉકડાઉન લાગુ કરવુ ખોટુ હતું અને હવે તેને તુરંત હટાવી શકાય તેમ નથી. મહારાષ્ટ્રમાં કોવિડ-19ના કેસ વધતા ઠાકરેએ એમ પણ કહ્યું કે આગામી દિવસોમાં વરસાદના મોસમમાં સાવચેત રહેવાની જરૂર છે. સીએમ ઠાકરેએ કહ્યું- મારી કેન્દ્રીય વિમાન મંત્રી હરદીપ સિંહ પુરી સાથે વાત થઇ છે. હું હવાઇ સેવા શરૂ કરવાની જરૂરને સમજી શકુ છું, પણ અમારે તૈયારી માટે થોડો સમય જોઇએ.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રીએ રાજ્યના નામે ટીવી પર પ્રસારિત એક સંદેશમાં કહ્યું, ‘આગામી 15 દિવસ મહત્વના છએ. અનેક લોકોના આવવાની આશા છે. એવામાં કેસ પણ વધશે. એવામં વસ્તુ/સેવાઓ ધીમે ધીમે જ ખુલશે. અમે અત્યારે લોકડાઉન નહી હટાવીએ. અમે નથી કહી શકતા કે આ 31 તારીખ પછી ખતમ થશે કે નહી..ચોમાસા દરમિયાન વધુ સાવચેત રહેવાની જરૂર છે. ઉદ્ધવ ઠાકરે અનુસાર, “અચાનક લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ તે ખોટુ હતું. તેને તુરંત હટાવી દેવુ પણ એટલુ જ ખોટુ હશે. અમારા લોકો માટે આ ડબલ ઝટકો હશે. ઠાકરેએ આગળ કહ્યું કે કેન્દ્ર સરકારે થોડી મદદ કરી છે પરંતુ તે કોઇ રાજકીય ટિપ્પણી નહી કરે. મહત્વપૂર્ણ છે કે ઠાકરેની પાર્ટી શિવસેનાએ ગત વર્ષે ભાજપ સાથે વર્ષો જૂનો સબંધ તોડી નાખ્યો હતો.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું, ‘મહારાષ્ટ્ર સરકારને હજુ સુધી માલ અને સેવા કર (જીએસટી)ની બાકી રકમ મળી નથી. ટ્રેન ટિકિટ ભાડુ (પ્રવાસી શ્રમિકોને તેમના ગૃહરાજ્ય સુધી પહોચાડવા માટે) કેન્દ્રનો ભાગ હજુ મળવાનો બાકી છે. કેટલીક દવાઓની હજુ પણ કમી છે. શરૂઆતમાં અમે પીપીઇ કિટ અને અન્ય ઉપકરણની કમીનો પણ સામનો કર્યો. મહત્વપૂર્ણ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોરોના વાયરસ મહામારીને ફેલાતા રોકવા માટે રાષ્ટ્રવ્યાપી લોકડાઉનની જાહેરાત કરી હતી. જેનો પ્રથમ તબક્કો 25 માર્ચથી 14 એપ્રિલનો હતો, જેને 15 એપ્રિલથી વધારતા ત્રણ મે સુધી (બીજો તબક્કો) કરવામાં આવ્યો હતો. લોકડાઉનનો ત્રીજો તબક્કો ચાર મેથી 17 મે સુધીનો હતો અને હવે લોકડાઉન 4.0 કેટલીક છૂટ સાથે 18 મેથી 31 મે સુધીનો છે.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

#Column: ગુજરાતમાં કોરોના સામેની લડાઇ દરમિયાન ક્યા ‘ગુમ’ છે રાજ્યના મુખ્ય સચિવ?