Gujarat Exclusive > રાજનીતિ > જેને મારી સરકાર પાડવી હોય તે પાડે, સ્ટિયરિંગ મારા હાથમાં છે: ઉદ્ધવ ઠાકરે

જેને મારી સરકાર પાડવી હોય તે પાડે, સ્ટિયરિંગ મારા હાથમાં છે: ઉદ્ધવ ઠાકરે

0
535
  • કોઇ એવો વિચાર ના રાખે કે હવે હું મુખ્યમંત્રી બની ગયો છું: CM

  • આપને આપની પાર્ટીમાં એવું શું નથી મળતું કે આપ બીજી પાર્ટીમાં જાઓ છો: CM

  • ‘ઉપયોગ કરો અને ફેંકી દો’ એ જ નીતિ અપનાવાઇ રહી છે: CM

મુંબઇઃ રાજસ્થાનમાં ચાલી રહેલા રાજકીય સંકટ વચ્ચે એક ઇન્ટરવ્યૂમાં મહારાષ્ટ્રનાં મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મોટું નિવેદન આપ્યું છે. ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, “જેને પણ મારી સરકાર પાડવી હોય તે પાડે, પછી હું જોઇશ. આખરે રાહ શેની છે? હવે સરકાર પાડો, સરકાર ત્રણ પૈડાંવાળી છે પરંતુ તે ગરીબોનું વાહન છે. તેનું સ્ટીયરિંગ મારા હાથમાં છે. બુલેટ ટ્રેન અથવા રિક્ષામાં ચૂંટણી કરવી પડે તો હું રિક્ષા જ પસંદ કરીશ.”

તેઓએ જણાવ્યું કે,

“હું ગરીબોની સાથે જ ઉભો છું. મારી આ ભૂમિકા હું બદલતો નથી. કોઇ એવો વિચાર ના રાખે કે હવે હું મુખ્યમંત્રી બની ગયો છું, અર્થાત બુલેટ ટ્રેનની પાછળ ઉભો રહીશ.” શિવસેના મુખપત્ર સામના જોડે વાત કરતા CM એ જણાવ્યું કે, “મહારાષ્ટ્રની અર્થવ્યવસ્થા ડગમગાઇ ગઇ છે પરંતુ રસ્તો નિકાળીશું.”

આ પણ વાંચોઃ રાજ્યમાં 2 દિવસ અતિ ભારે વરસાદની આગાહી, જિલ્લાઓ થશે જળબંબાકાર

ઓપરેશન લોટસ મહારાષ્ટ્રમાં સફળ થશે કે નહીં? આ સવાલનાં જવાબમાં CM ઉદ્ધવ ઠાકરેએ જણાવ્યું કે, “કરીને જુઓ ને. હું ભવિષ્યવાણી કેવી રીતે કરી શકું? આપ કરીને જુઓ. જોડી-તોડીને કરી જુઓ. એક મહત્વપૂર્ણ મુદ્દો એ છે એવો કોઇ પણ વિપક્ષી નેતા દેખાડો કે જે બીજી પાર્ટીમાં જઇને સર્વોચ્ચ પદ પર પહોંચ્યો છે, મુખ્યમંત્રી બન્યો છે.”

હું મુખ્યમંત્રી હોવાંને કારણે સર્વાંગીણ વિકાસ કરીશ : ઉદ્ધવ ઠાકરે

વધુમાં જણાવ્યું કે, “આપને આપની પાર્ટીમાં એવું તે શું નથી મળતું કે આપ બીજી પાર્ટીમાં જાઓ છો. અનેક જગ્યાએ આવાં ઉદાહરણ છે. એવી રીતે તોડફોડ થાય છે કે તેની પાછળ ‘ઉપયોગ કરો અને ફેંકી દો’ એ જ નીતિ અપનાવાઇ છે. સાથે ત્રણ પૈડાંવાળી સરકારનાં આરોપ પર મહારાષ્ટ્રનાં સીએમએ કહ્યું કે, સરકાર ત્રણ પૈડાંવાળી છે, પરંતુ તે ગરીબોનું વાહન છે.

મે એટલું જ કહ્યું છે કે, “હું મુખ્યમંત્રી હોવાંને કારણે સર્વાંગીણ વિકાસ કરીશ. લોકો મારી સાથે છે એટલાં માટે હું બુલેટ ટ્રેન લઇ આવું, એવું નથી, જ્યાં સુધી કે તેઓ સર્વમત ના હોય. એટલાં માટે ત્રણ પૈડાં તો ત્રણ પૈડાં. તે એક દિશામાં ચાલે છે ને. તો પછી આપનાં પેટમાં કેમ દુઃખાય છે?”

CM ઉદ્ધવએ સવાલ પૂછતા કહ્યું કે, “કેન્દ્રમાં કેટલાં પૈડાં છે? અમારી તો આ ત્રણ પાર્ટીઓની સરકાર છે. કેન્દ્રમાં કેટલાં દળોની સરકાર છે, જણાવો ને? ગઇ વખતે જ્યારે હું એનડીએની મીટિંગમાં ગયો હતો, ત્યારે તો 30-35 પૈડાં હતાં અર્થાત રેલગાડી હતી.