Gujarat Exclusive > રાજનીતિ > મહારાષ્ટ્ર સંકટ ટળ્યો, ઉદ્ધવ ઠાકરે રાજ્ય વિધાન પરિષદ માટે બિનહરીફ ચૂંટાયા

મહારાષ્ટ્ર સંકટ ટળ્યો, ઉદ્ધવ ઠાકરે રાજ્ય વિધાન પરિષદ માટે બિનહરીફ ચૂંટાયા

0
1468

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને આઠ અન્ય લોકો રાજ્ય વિધાન પરિષદ માટે બિનહરીફ ચૂંટાયા છે. તેની સાથે સીએમ ઉદ્ધવની ખુરશી પર છવાયેલ બંધારણીય સંકટ ટળી ગયું છે. જણાવી દઈએ કે, મહારાષ્ટ્ર વિધાનસભા પરિષદની નવ બેઠકો માટે 14 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી. મંગળવારે ઉમેદવારી પત્રોની તપાસ દરમિયાન અપક્ષ ઉમેદવાર શાહબાઝ રાઠોડનું ઉમેદવારીપત્ર રદ્દ કરવામાં આવ્યુ હતુ. આ સિવાય મંગળવારે જ ચાર ઉમેદવારોએ તેમના નામ પાછા ખેંચી લીધા છે. આ રીતે નવ બેઠકો માટે ફક્ત 9 ઉમેદવારો બાકી હતા. જેના કારણે તમામ બિનહરીફ ચૂંટાયા છે.

એનસીપીએ બે બેઠક માટે ચાર ઉમેદવારોથી ઉમેદવારી નોંધાવી હતી. એનસીપી તરફથી વધારાના ઉમેદવારી નોંધાવનારા કિરણ પાવસ્કર અને શિવાજીરાવ ગરજે બંનેએ મંગળવારે ઉમેદવારીપત્રો પરત ખેંચી લીધા હતા. આ સાથે એનસીપીના શસીકાંત શિંદે અને અમોલ મટકરી બિનહરીફ ચૂંટાયા હતા. શિવસેના તરફથી સીએમ ઉદ્ધવ ઠાકરે અને નીલમ ગોરહે વિધાન પરિષદ માટે મેદાનમાં હતા. રાજેશ રાઠોડ કોંગ્રેસના ઉમેદવાર હતા.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

ગુજરાતમાં એક વર્ષથી ધારદાર લોકવાંચા આપતી એક્સક્લૂઝીવ મીડિયા હવે યુપી અને રાજસ્થાનમાં પણ