નવી દિલ્હી: મહારાષ્ટ્રમાં શિવસેના પાર્ટીના ચૂંટણી ચિન્હને લઇને ઉભો થયેલો વિવાદ રોકાવાનું નામ નથી લઇ રહ્યો. ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચ દ્વારા શિવસેનાના ચૂંટણી ચિહ્ન અને નામ પર લગાવવામાં આવેલી રોકને દિલ્હી હાઇકોર્ટમાં પડકાર આપ્યો છે. શિવસેનાને લઇને બે જૂથ (ઉદ્ધવ ઠાકરે ગ્રુપ અને એકનાથ શિંદે ગ્રુપ)માં ગત કેટલાક દિવસથી રાજકીય ખેચતાણ ચાલી રહી હતી. બન્ને જૂથમાં આ વાતને લઇને ઝઘડો ચાલી રહ્યો છે કે બાલા સાહેબ ઠાકરેની અસલી શિવસેના કોણ છે. મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ ચૂંટણી પંચના આદેશ વિરૂદ્ધ દિલ્હી હાઇકોર્ટનો દરવાજો ખખડાવ્યો છે.
Advertisement
Advertisement
ચૂંટણી પંચે ઉદ્ધવ ઠાકરે ગ્રુપ અને તેમના વિરોધી એકનાથ શિંદે ગ્રુપને મુંબઇના અંધેરી પૂર્વમાં આગામી પેટા ચૂંટણીમાં એક નવુ નામ અને નવો ચૂંટણી ચિહ્ન પસંદ કરવા માટે કહ્યુ છે. ચૂંટણી પંચે પહેલા પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન પર પોતાના દાવાના સમર્થન કરવા માટે આઠ ઓગસ્ટ સુધી દસ્તાવેજના પુરાવા જમા કરવા કહ્યુ હતુ.
ઉદ્ધવ ઠાકરે ગ્રુપે માંગ્યો 4 અઠવાડિયાનો સમય
આ પહેલા આ વિવાદમાં શિવસેનાના એકનાથ શિંદે ગ્રુપે ચૂંટણી પંચને 4 ઓક્ટોબરે અંધેરી ઇસ્ટ વિધાનસભા પેટા ચૂંટણી માટે ધનુષ-બાણનો ચૂંટણી ચિહ્ન માંગ્યો હતો. બીજી તરફ ઉદ્ધવ ઠાકરે ગ્રુપના અનુરોધની સમય સીમા 7 ઓક્ટોબર સુધી વધારી દેવામાં આવી હતી. ઉદ્ધવ ઠાકરે ગ્રુપે શનિવારે પોતાનો જવાબ આપ્યો હતો અને વિરોધી ગ્રુપ દ્વારા જમા કરવામાં આવેલા દસ્તાવેજોને ધ્યાનથી સમજવા માટે ચાર અઠવાડિયાનો સમય માંગ્યો હતો.
આ પણ વાંચો: કોંગ્રેસમાં JDUનું વિલય કરાવવા માંગતા હતા પ્રશાંત કિશોર, બિહારના મુખ્યમંત્રીએ લગાવ્યો આરોપ
હવે ચૂંટણી પંચના પક્ષમાં બોલ
અંધેરી ઇસ્ટ બેઠકના પેટા ચૂંટણી માટે શિંદે ગ્રુપ અને ઉદ્ધવ ગ્રુપે પોત પોતાની પાર્ટીનું નામ અને ચૂંટણી ચિહ્ન ચૂંટણી પંચને સોપી દેવામાં આવ્યા હતા. જે બાદ હવે પંચે આ નિર્ણય કરવાનો છે કે ક્યા ગ્રુપને શું ચૂંટણી ચિહ્ન મળશે. ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યુ કે બન્ને ગ્રુપોએ પોતાના વકીલના માધ્યમથી લિસ્ટ તેમની પાસે મોકલ્યુ છે. પંચે કહ્યુ હતુ કે ઉદ્ધવ ઠાકરે અને શિંદે ગ્રુપ શિવસેનાના નામ અને નિશાનનો ઉપયોગ કરી શકતા નથી. નવા ચૂંટણી ચિહ્ન અને નામને લઇને બન્ને ગ્રુપને આજ સુધીનો સમય આપવામાં આવ્યો હતો.
Advertisement