Gujarat Exclusive > રાજનીતિ > CM ઉદ્ધવનો ભાજપને પડકાર- ‘હિંમત હોય તો મારી સરકાર ઉથલાવી બતાવો’

CM ઉદ્ધવનો ભાજપને પડકાર- ‘હિંમત હોય તો મારી સરકાર ઉથલાવી બતાવો’

0
121
  • સુશાંત સિંહ મામલે ઉદ્ધવ ઠાકરેએ તોડ્યું મૌન
  • બિહારના પુત્ર માટે મારા દીકરાને બદનામ કરવામાં આવ્યો
  • દશેરા રેલીમાં કંગના રનૌતને ઠાકરેએ રોકડું પરખાવ્યું

મુંબઈ: શિવસેના (Shivsena) અધ્યક્ષ અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) રવિવારે પોતાની પાર્ટીની પરંપરાગત દશેરા રેલીમાં (Dusshera Rally) સંઘ પ્રમુખ મોહન ભાગવતના (Mohan Bhagwat) નિવેદનોના આધારે ભાજપ પર આકરા પ્રહારો કર્યા. આ સાથે જ ઉદ્ધવે ભાજપને (BJP) પડકાર ફેંક્યો હતો કે, હિંમત હોય તો મારી સરકારને ઉથલાવીને બતાવો.

મહારાષ્ટ્રમાં મંદિરોને ખોલવાને લઈને રાજ્યપાલ ભગત સિંહ કોશ્યારીએ થોડા દિવસો પહેલા મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને (Uddhav Thackeray) પત્ર લખ્યો હતો. જેમાં રાજ્યપાલે શિવસેનાને તેની હિન્દુત્વની વિચારધારાની યાદ અપાવી હતી. રાજ્યપાલના આ પત્રનો જવાબ ઉદ્ધવ પહેલા પણ આપી ચૂક્યાં છે.

પાર્ટીની દશેરા રેલીમાં (Dusshera Rally) પણ ઉદ્ધવ ઠાકરેએ RSS ચીફ મોહન ભાગવતના (Mohan Bhagwat) વક્તવ્યનો ઉલ્લેખ કરતાં જવાબ આપ્યો હતો. ભાગવતે રવિવારે સવારે જ કહ્યું હતું કે, માત્ર દેવ, મંદિર, પૂજા-અર્ચના જ આપણું હિન્દુત્વ નથી. ઉદ્ધવે (Uddhav Thackeray) આજ વાક્યની મદદથી ભાજપને સવાલ કર્યો હતો કે, જે લોકો આજે અમને હિન્દુત્વ શીખવી રહ્યાં છે, તેમણે બાબરી મસ્જિદ ધ્વસ્ત કરતાં સમયે ચૂપકીદી કેમ સાધી હતી? તેમણે ગૌવંશ પર પણ ભાજપની નીતિઓ પર પણ ભાજપ (BJP) પર નિશાન સાધતા સવાલ ઉઠાવ્યો હતો કે, ભાજપ શાસિત ગોવામાં ગોવંશ વધ પર રોક કેમ નથી લગાવવામાં આવી?

આ પણ વાંચો: કોરોના વૅક્સીન માટે મોબાઈલ પર આવશે SMS, સરકારની બ્લૂપ્રિન્ટ તૈયાર

મોહન ભાગવતે (Mohan Bhagwat) સવારે કહ્યું હતું કે, રાજનીતિ યુદ્ધ નથી. આ વાતનો ઉલ્લેખ કરતાં CM ઠાકરે કહ્યું કે, આ વાત ભાજપને (BJP) સમજવી જોઈએ. જે વિપક્ષને ખતમ કરવા ઈચ્છી રહી છે. ઉદ્ધવ ઠાકરેએ (Uddhav Thackeray) ભાજપનું નામ લીધા વિના ઈશારામાં જ તેના પર મહારાષ્ટ્રમાં તેમની ગઠબંધન સરકારને અસ્થિર કરવાનો આરોપ લગાવતા ચિમકી ઉચ્ચારી હતી કે, હિંમત હોય તો અમારી સરકારને ઉથલાવીને બતાવો.

સુશાંત સિંહ મોત મામલાનો (Sushant Case) ઉલ્લેખ કરતાં તેણે કહ્યું કે, જે લોકો બિહારના દીકરા માટે ગળું ફાડી રહ્યાં હતા, તેઓ જ મહારાષ્ટ્રના દીકરાને બદનામ કરી રહ્યાં હતા. આદિત્ય ઠાકરે અને ઠાકરે પરિવારને બદનામ કરવામાં આવ્યા. એવું ચિત્ર ઉભુ કરવામાં આવી રહ્યું છે કે, મુંબઈમાં નશાખોરોનું રાજ છે. મહારાષ્ટ્ર આગળ વધી રહ્યું છે, આથી બદનામી કરવામાં આવી રહી છે. કંગના રનૌતને આડેહાથ લેતા CM ઠાકરેએ (Uddhav Thackeray) કહ્યું કે, ઘરમાં ખાવાનું નથી મળતું, તો મુંબઈ આવો છો અને અહીં આવીને તેનું જ અપમાન કરો છે.