Gujarat Exclusive > દેશ-વિદેશ > UAEનો ભારત સિવાય પાક. સહિત 12 દેશના નવા વિઝા પર પ્રતિબંધ

UAEનો ભારત સિવાય પાક. સહિત 12 દેશના નવા વિઝા પર પ્રતિબંધ

0
66

વિશ્વભરમાં કોરોનાના કેસો વધતા અરબ અમિરાતે હંગામી રોક લગાવી

ઇસ્લામાબાદઃ સંયુક્ત આરબ અમિરાત (UAE) પાકિસ્તાન સહિત12 દેશોના નાગરિકોને વિઝા (UAE visa ban) જારી કરવા પર હંગામી પ્રતિબંધ મૂકી દીધો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે આની પુષ્ટિ કરી છે. કોરોના વાઇરસના વધી રહેલાં કેસોને પગલે આ નિર્ણય લેવાયો છે.

પાકિસ્તાનના વિદેશ ખાતાના પ્રવક્તા ઝાહિદ હાફિઝ ચૌધરી (Zahid Hafeez Chaudhri)એ એક નિવેદનમાં જણાવ્યું કે યુએઇનો આ નિર્ણય કોરોનાની બીજી લહેરથી સંબંધિત માનવામાં આવી રહ્યો છે. પાક.માં ગત સપ્તાહે 2000થી વધુ કોરોનાના કેસો સામે આવ્યા હતા.

આ પણ વાંચોઃ મુંબઇ હુમલાનામાસ્ટર માઇન્ડ હાફિઝ સઇદને10 વર્ષની જેલ, સંપત્તિ જપ્ત

આગામી આદેશ સુધી પ્રતિબંધ

ઝાહિદ ચૌધરીએ જણાવ્યું કે પાકિસ્તાન સહિત 12 દેશોના વિઝા જારી કરવા સામે યુએઇએ આગામી આદેશ સુધી પ્રતિબંધ (UAE visa ban) મૂક્યો હોવાનું જાણવા મળ્યું છે. આ યાદીમાં લગભગ તમામ દેશો મુસ્લિમ છે.

પાક. સરકાર આ અંગે યુએઇના અધિકારીઓ પાસે સત્તાવાર પુષ્ટિ માગી રહી છે. જો કે પ્રતિબંધ પહેલાં જારી કરાયેલા વિઝા રોકવામાં આવશે નહીં.

ભારતનું નામ નથી વિઝા પ્રતિબંધની યાદીમાં ભારત નથી

સંયુક્ત આરબ અમિરાતે પાકિસ્તાન સિવાય તુર્કી, ઇરાન, યમન, સીરિયા, ઇરાક, સોમાલિયા, લીબિયા, કેન્યા અને અફઘાનિસ્તાનના નાગરિકો માટે નવા વિઝા જારી કરવા સામે પ્રતિબંધ (UAE visa ban)મૂક્યો છે. આ લિસ્ટમાં ભારતનું નામ નથી. જ્યારે અહીં પણ કોરોનાના કેસો પાક. કરતા પણ વધુ આવી રહ્યા છે.

હજુ એ સ્પષ્ટ થયું નથી કે યુએઇના વિઝા પ્રતિબંધથી કઇ શ્રેણીઓને અસર થશે? વાસ્તવમાં યુએઇમાં વિવિધ શ્રેણીનાવિઝા છે. જેમાં બિઝનેસ, ટૂરિસ્ટ, ટ્રાન્ઝિટ અને સ્ટૂડન્ટ્સ વિઝા સામેલ છે.

આ પણ વાંચોઃ દિલ્હીમાં કોરોના કેરઃ માસ્ક નહીં પહેરવા પર લાગશે રુ. 2000નો દંડ

પાકિસ્તાનમાં ઝડપથી કેસો વધી રહ્યા છે UAE visa ban news

પાકિસ્તાનમાં કોરોનાના નવા કેસો ઝડપથી વધી રહ્યા છે. ગત એક સપ્તાહમાં 2000થી વધુ કેસો આવ્યા. તે પહેલાં જૂનમાં પાકિસ્તાનમાં કોવિડ-19ના કેસો ઝડપથી વધી રહ્યા હતા.

ત્યાર બાદ એરલાઇન્સ અમિરાતે 3 જુલાઇ સુધી પાકિસ્તાનના પેસેન્જરો પર હંગામી રોક લગાવી હતી. દરમિયાન એક ફ્લાઇટથી હોંગકોંગ પહોંચેલા આશરે 30 પાકિસ્તાની કોરોના પોઝિટિવ જણાયા હતા. UAE visa ban news

પાક.માં કુલ 3,63,380 કોરોના દર્દી

પાક.માં કોરોના પ્રસરતો રોકવા માટે વડાપ્રધાન ઇમરાન ખાને સોમવારે લોકોને ‘એક રાષ્ટ્રના રુપમાં કાર્ય’ કરવાનો આગ્રહ કર્યો છે. પાકિસ્તાનમાં અત્યાર સુધી 3,63,380 કોરોના કેસો થયા છે. જ્યારે 7230 મોત થયા અને કુલ 30,362 સક્રીય કેસો છે.

આ પણ વાંચોઃ નગરોટા અથડામણમાં 4 આતંકવાદીઓ ઠાર, જમ્મુ-શ્રીનગર હાઈવે પર સુરક્ષા વધારાઈ