Gujarat Exclusive > ગુજરાત > ઉત્તર ગુજરાત > મહેસાણા: ડાભલા ચાર રસ્તા નજીક કારની અડફેટે બે મહિલાના મોત

મહેસાણા: ડાભલા ચાર રસ્તા નજીક કારની અડફેટે બે મહિલાના મોત

0
103

Road Accident

વિજાપુર: બેફામ ડ્રાઈવિંગના કારણે અનેક વખત અકસ્માતો સર્જાય છે, જેમાં નિર્દોષ લોકોને પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. આવો જ એક અકસ્માતનો કિસ્સો મહેસાણા જિલ્લાના ડાભલા ચાર રસ્તા પર સામે આવ્યો છે. જેમાં પુરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારની અડફેટે મજૂરી કરવા જઈ રહેલી બે મહિલાના મોત નીપજ્યા છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, જિલ્લાના વસઈમાં રહેતી બે મહિલાઓ મજૂરી અર્થે ડાભલા ચાર રસ્તા આગળથી પસાર થઈ રહી હતી. આ દરમિયાન સામેથી પુરપાટ ઝડપે આવી રહેલી ઈકો કારના ચાલકે તેમને અડફેટમાં લેતા બન્ને મહિલાઓ રોડ પર પટકાઈ હતી. આ અકસ્માતમાં બન્ને મહિલાઓને માથામાં ગંભીર ઈજાઓ થતાં તેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું.

આ પણ વાંચો: બૉલિવૂડ અભિનેત્રી ઝરીન ખાન ગીરની મુલાકાતે, સાસણમાં કર્યા સિંહ દર્શન Road Accident

આ અકસ્માતમાં મૃતકોની ઓળખ હંસાબેન પરમાર (55) અને ખેમીબેન પરમાર (60) તરીકે થઈ હતી. આ ઘટનાની જાણ થતાં હાઈવે પર ગ્રામજનોના ટોળા ઉમટ્યા હતા અને પોલીસ અને 108 એમ્બ્યુલન્સને જાણ કરી હતી. જે બાદ બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વિજાપુર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9Mehsana Accident, Car Accident, Road Accident