Gujarat Exclusive > ગુજરાત > સોરાષ્ટ્ર > સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ભાજપ નેતાની બે પત્નીઓ આમને-સામને, એકને ભાજપ તો બીજીને કોંગ્રેસે ટિકિટ આપી

સ્થાનિક સ્વરાજની ચૂંટણી: ભાજપ નેતાની બે પત્નીઓ આમને-સામને, એકને ભાજપ તો બીજીને કોંગ્રેસે ટિકિટ આપી

0
113

ગાંધીનગર: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને તૈયારીઓ ચાલી રહી છે. પોરબંદર નગરપાલિકા વોર્ડ ત્રણમાં ભાજપ નેતાની બે પત્નીઓ આમને-સામને આવતા રોમાંચક ટક્કર જોવા મળી રહી છે. પોરબંદર નગરપાલિકાના વોર્ડ ત્રણમાં ઉષાબેન સીડા ભાજપના ઉમેદવાર છે જ્યારે કોંગ્રેસે શાંતાબેન સીડાને ઉમેદવાર બનાવ્યા છે. આ બન્ને મહિલાઓ ભાજપના પૂર્વ જિલ્લા પંચાયત અધ્યક્ષ કેશુભાઇ સીડાની પત્ની છે. કેશુભાઇની પ્રથમ પત્ની ઉષાબેન જિલ્લા પંચાયતની સભ્ય રહી ચુકી છે જ્યારે બીજી પત્ની શાંતાબેન તાલુકા પંચાયતની સભ્ય રહી છે.

હવે બન્ને એક જ વોર્ડમાં બે અલગ અલગ પક્ષમાં આમને-સામને આવી જતા રોમાંચક ટક્કર જોવા મળી રહી છે. જોકે, કેશુભાઇ પોતાની પ્રથમ પત્ની ઉષાબેન સાથે છે તથા કહે છે કે કોંગ્રેસને અહી કોઇ ઉમેદવાર નથી મળતો, માટે તેમની પત્નીને જ ટિકિટ આપી દીધી, તેમણે બીજા મકાનમાં રહેતી શાંતાબેનના ઘરની બહાર જઇને ધમકી આપી હતી અને તોડફોડ કરી હતી, જે બાદ શાંતાબેને તેમના વિરૂદ્ધ પોલીસ કેસ કર્યો હતો.

ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને AIMIMને કારણે ગુજરાતની સ્થાનિક સ્વરાજની ચૂંટણી રસપ્રદ બની ગઇ છે. કોંગ્રેસના ઉમેદવાર મોંઘવારી તથા પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવના વિરોધમાં બળદગાડી પર બેસીને ચૂંટણી પ્રચાર કરતા જોવા મળે છે તો ક્યાક સ્કૂટરને બળદગાડી પર મુકી તેમાં બેસીને પ્રચાર કરી રહ્યા છે. વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી ગેસના ભાવમાં વધારો થતા સિલેન્ડર પર બેસીને જનસભાને સંબોધતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: AMCમાં લોકલ મુદ્દા ભુલાયા, ભાજપ PM મોદીની સિદ્ધિના નામે મત માંગવા નિકળ્યો

મહત્વપૂર્ણ છે કે, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 6 મહાનગરપાલિકા માટે મતદાન 21 ફેબ્રુઆરીએ યોજાશે જ્યારે નગરપાલિકા-જિલ્લા-તાલુકા પંચાયત માટે 28 ફેબ્રુઆરીએ મતદાન યોજાશે.

 

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat